News of Saturday, 19th September 2020
હસુભાઇ દવેની તબિયત ખૂબ જ નાજૂક
રાજકોટ : જાણિતા શ્રમિક નેતા અને કેએસપીસીના પ્રમુખ શ્રી હસુભાઇ દવેની તબિયત ખૂબ જ બગડી ગઇ છે. તેઓને હોમ કવોરન્ટાઇનમાંથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગતો મુજબ શ્રી હસુભાઇ દવેનું ઓકસીજન લેવલ ૭૮એ પહોંચી જતાં તેમને તાબડતોબ ગોકુલ હોસ્પિટલની (ડો. મોઢાના માર્ગદર્શન હેઠળ ચાલતી) કોરોના ઉદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડો. તેજસ કરમટા તેમની સારવાર કરી રહ્યા છે. હસુભાઇના નાનાભાઇ મુરલીભાઇ દવે સતત મોનીટરીંગ કરી રહ્યા છે.
હસુભાઇ દવેના નાનાભાઇ નરેન્દ્રભાઇ, પુત્ર જીજ્ઞેશ અને તેમના પત્ની અંકીતા સહિત આખા પરિવારને કોરોનાની અસર થઇ હતી. હસુભાઇના પરિવારના અન્ય તમામ સભ્યોની તબીયત સુધારા ઉપર અને સારી હોવાનું જાણવા મળે છે.
(3:32 pm IST)