રાજકોટ
News of Thursday, 19th September 2019

બેડી યાર્ડમાં વિજ ધાંધીયાની વેપારીઓ ત્રસ્ત

દિવસમાં સાતથી આઠ વખત વિજપુરવઠો પોરવાઇ જતા વેપારીઓ- ખેડૂતોને હેરાનગતિઃ વેપારીઓની મીટીંગમાં તાર્કિદે યોગ્ય ન થાય તો આંદોલનની ચીમકી

તસ્વીરમાં વિજ ધાંધીયા પ્રશ્ને વેપારીઓની મીટીંગ મળી હતી. તે નજરે પડે છે

રાજકોટ,તા.૧૯:બેડી માકેટ યાર્ડમાં વિજ ધાંધીયાથી ત્રસ્ત વેપારીઓની મીટીંગ મળી હતી. અને આદોલન ચીમકી અપાઇ હતી.

આ અંગે કમીશનએજન્ટ એસો.ના પ્રમુખ અતુલભાઇ કામાણી જણાવ્યું છેકે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગ્રામ્ય વિસ્તારમાં આવતું હોવાને કારણે વીજ પુરવઠો દિવસમાં સાતથી આઠ વખત કાપી નાખવામાં આવે છે આ અંગે રજૂઆતો ઘણી કરવામાં આવી પરંતુ જી ઈ બી દ્વારા કોઈ પણ પ્રકારનો સહયોગ આપવામાં આવતો નથી અંતે કંટાળીને વેપારીઓની મીટીંગ બોલાવી અને આક્રમક પગલાં લેવા માટે જીઈબીમાં રજૂઆત કરવા માટે જવાનું નક્કી કરવામાં આવેલ છે જો ટૂંક સમયમાં અમારા પ્રશ્ન ઉપર પગલાં લેવામાં નહી આવે તો માર્કેટ યાર્ડના દરેક વેપારીઓ દ્વારા આંદોલન કરવાની ચીમકી અપાઇ હતી.

વેપારીઓને જયારથી જીએસટી આવ્યો ત્યારથી e way bill બનાવવાના હોય તો ત્યાં સુધીમાં ભરેલા વાહન ને રોકવું પડે છે અને દરેક કામ કોમ્પ્યુટર દ્વારા થતું હોવાને કારણે ખેડૂતોને પણ સમયસર પોતાના વેચેલા માલ ના નાણાં આપી શકતા નથી રાજકોટ માર્કેટિંગ યાર્ડ અવાવરું જગ્યા ઉપર બનેલું હોવાને કારણે વીજ પુરવઠા માં વધુ પડતા ધાંધિયા જોવા મળે છે તેમણે રાત્રિના ૭ વાગ્યા પછી મચ્છર નો પણ એટલો ઉપદ્રવ થાય છે કે વીજ પુરવઠા વગર ઓફિસમાં બેસી શકાય તેમ નથી તો વહેલી તકે આનું યોગ્ય નિરાકરણ આવે એવું વેપારીઓ ઇચ્છી રહ્યા છે પછી કોઈપણ વસ્તુ બને એનું જવાબદાર જીઈબી રહેશે

રજુઆત કરીએ ત્યારે એકજ પ્રકારનો જવાબ મળે છે કે બસ ૭ થી ૮ દિવસ માં યોગ્ય થઇ જશે પરંતુ એક વર્ષ થયું કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી આ અંગે તાકિદે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો વેપારીઓ દ્વારા આંદોલન ચીમકી અપાઇ છે. તેમ અંતમાં કમીશન એજન્ટ એશો.ના પ્રમુખ અતુલભાઇ કમાણી એ જણાવ્યું હતુ.

(3:54 pm IST)