રાજકોટ
News of Thursday, 19th September 2019

દિકરીને ખાલી હાથે જવા ન દેવાયઃ નિર્મલા સ્કુલ પાસે બેસતા મોચી દાદાની અમીરીને સૌ-સૌ સલામ..

રાજકોટઃ શહેરનાં નિર્મલા કોન્વેન્ટ રોડ વિસ્તારમાં કાટખૂણે  વૃધ્ધ મોચી દાદા બેસીને આસપાસ વિસ્તારવાસીઓનાં  બુટ સાંધી, પોલીશ, થેલા ફાટયા હોય તો સીલાઇ સહિતનાં છુટક કામ કરી ગુજરાન ચલાવે છે. આજની તારીખે માત્ર રૂ.૧૦ રૂપિયામાં પોલીશ કરી આપે છે. !!! ખૂબ જ વ્યાજબી કહેવાય કેમ કે બધે ૨૦ રૂપિયા થઈ ગયા છે. એક દિવસ એક ગ્રાહકે દાદને પુછયુ  કેમબુટ  પોલીશનાં ૧૦ રૂપિયા જ લો છો. તો દાદા એ જે જવાબ આપ્યો  કે આ દિકરીયું ભણવા આવી હોય તેની પાસે પોતાના વાપરવા ના પૈસા માંડ હોય એમાં હું વધારે પૈસા લઉં તો એમને નાસ્તો - ભાગ લેવા કે વાપરવા માં ખૂટે એટલે હું ૧૦ રૂપિયા જ લઉં છું. એટલુ જ નહિ  સ્કુલ છુટી અને એક પછી એક બાળાઓ આવતી જાય, દાદા ને આત્મિયતાપુર્વક રામ રામ કરતી જાય અને પાસે પડેલા ડબ્બા માં થી પીપર લેતી જાય. દાદા હસતા હસતા કહે કે દીકરીઓ ને ખાલી હાથ થોડી જવા દેવાય, બધી દીકરીઓ ને રોજ અહીં પીપર ખાવા ની ટેવ પડી ગઈ છે. દાદા શ્રમજીવી છે એ કોઈ એટલા અમીર નથી કે રોજ એક મોટી કોથળી ભરી ને પીપર પુરી કરી નાખે પણ તો ય એ છુટ થી પીપર ની લ્હાણી કરે. દાદા પાસે પીપર પણ ના ખૂટે અને વ્હાલ પણ.... અને છેલ્લેએ  કહે શું સાથે લઈ જાવું છે ??? હવે ગ્રાહક પાસે આનો  કોઈ જવાબ નહોતો.....એમની ઉદારતા ને સલામ.... એમના મનોબળ ને સલામ..

(3:38 pm IST)