રાજકોટ
News of Wednesday, 19th September 2018

કરબલાના ૭૨ શહિદોની સ્મૃતિમાં આશુરાના દિવસે વિશેષ નમાઝ અને રોઝુ રાખી ઇબાદત કરાશે

રાજકોટ તા ૧૯ : ઇસ્લામ ધર્મ માટે શહીદી વ્હોરી લેનાર ઇમામે હુસેન જેઓએ પોતાના નાનાની શરિયતને ન માનનાર એવા યઝીદ સામે પોતાના ધન દોલતની પણ પરવાહ કર્યા વગર મયદાને કરબલામાં હક્કની વાત માટે તેઓએ પોતાની નહીં પણ તેઓના પુરા પરિવારની સાથે યઝીદના વિશાળ લશ્કર સાથે માત્ર તેઓના ૭૨ જાનીશારની ફોઝ કે જેમાં નાના બાળકો અને સ્ત્રીઓ તથા વડીલોની સાથે મયદાને કરબલામાં એક જંગ કરેલ હતી. આ જંગ થવાનું કારણ એ હતું કે જેમાં કુસંસ્કારો હતા. નાની બાળકીઓને દુધ પીતી કરી દેવી, દારૂ પીવો, બ ેકસુર પર કે જેની પર અત્યાચાર કરવો, તેવા અનેક કુસંસ્કારો યઝીદમાં હતા, જેથી હક્કની વાત અને નાના જાનને બાળપણમાં આપેલ વચન નિભાવવા માટે ઇમામ હુસેન અને બોંતેર જાનીશારોની યઝીદ સાથે જંગ થયેલ હતી. યઝીદના બોંતેર હજારના વિશાળ લશ્કરની સાથે હક્કની રાહ માટે લડનાર ઇમામ હુસેનની ફોઝની જીત થયેલ હતી.

ઇમામ હુસેન કે જેઓને  દગાથી મયદાને કરબલામાં બોલાવી અને જંગ માટે તૈયાર રહેવા માટે સંદેશો મોકલવામાં આવેલ હતો અને યઝીદે કરતા નદી પર ઘેરો લગાવી અને નાના બાળકો અને વૃધ્ધો, સ્ત્રીઓને પીવાનું પાણી ન આપવામાં આવે તે માટે કુરાત નદી પર સિપાહીનો પહેરો લગાવી દેવામાં આવેલ હતો અને ઇમામ હુસેન અને તેમની ફોજ પર બંધ કરી આપવામાં આવેલ એ બાબતે મુસ્લિમ લોકો મહોરમ માસમાં પાણીની સબીલ બંધાવે છે તથા સરબતો, ઠંડા પીણા ઇમામ હુસેનના નામે પીવડાવે છે અને આશુરાના દિવસે ૭૨ શહિદોની સ્મૃતિમાં મુસ્લીમ બીરાદરો વિશેષ નમાઝ દ્વારા રોઝુ રાખી ઇબાદ કરવામાં આવે છે. (૩.૮)

(3:50 pm IST)