શાપર વેરાવળમાં મકાનમાંથી ૩૧૫ લીટર દેશી દારૂ સાથે પવન ઠાકુર પકડાયો
રાજકોટ : રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ તથા ગોંડલના પીઆઇ એ શાપર વેરાવળ માં પ્રહિબીશન, જુગાર તેમજ અન્ય ગુનાઓ ડિટેકટ કરવા સુચનાઓ આપતા, શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. એમ.આર. ગોંડલીયા તથા પો. સબ ઇન્સ એમ.જે. પરમાર નાઓ તથા એ.એસ.આઇ. નાથાભાઇ બી રાઠોડ તથા પો.કોન્સ. અનીરૂધ્ધસિંહ જાડેના તથા જયસુખભાઇ જીલીયા, શાપર વેરાવળપોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમીયાન હેડ કોન્સ. મુકેશભાઇ ને હકિકત મળી હતી કે અરુણ ઠાકુરનો સાળો પવન સ/ઓ દિવાલી ઠાકુર (ઉ.વ.૨૪) (રહે. વેરાવળ (શા) બુધ્ધનગર મફતીયા પરમ પોતાને ઘેર દેઁશી દારૂ નો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખેલ છે, તે હકીકત આધારે રેઇડ કરતા પવન મળી આવતા તેને દારૂનો જથ્થો લી.૩૧૫ કિ. ૬૩૦૦/- ના મુદામાલ સાથે પકડી લીધો હતો.