રાજકોટ
News of Monday, 19th August 2019

આઠમના શનિવારે ૫૬ ભોગ હિંડોળા દર્શન

રણુજા મંદિર પાસે કનૈયા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજનઃ કાનુડાની જેલ, ગોવર્ધન પર્વત સહિતના ફલોટ્સ આકર્ષણ જગાવશે : કલાકારોની ધૂન - ભજન સાથે ઘોડીયારાસ, ગરબા, હુડારાસની રમઝટ જામશે

રાજકોટ, તા. ૧૯ : શહેરના કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કનૈયા ગ્રુપ દર વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમી મહોત્સવ આયોજન કરવામાં આવ્યુ છે.

તા.૨૩ના શુક્રવારે જન્માષ્ટમી મહોત્સવની શરૂઆત થશે. કનૈયા ગ્રુપ દ્વારા આ વખતે ખાસ કાનુડાની જેલ, ગોવર્ધન પર્વત, કૃષ્ણ જન્મ, ગોકુળીયુ ગામડુ કાનુડાની રાસલીલા, સુંદર મજાનો હિમાલય, ગોપીતળાવ, આઠમના દિવસે ખાસ પાંચ ભાગનું આયોજન, હિંડોળા દર્શન, ઘોડીયારાસ, ગરબા, હુડારાસ તેમજ લાઈવ કલાકારો, ધૂન ભજનોની રમઝટ બોલાવશે. કલાકારો - રાજુભાઈ હાપલીયા, ભૂમિ પટેલ, નવરંગ સાઉન્ડ - હરીભાઈ વસાણી ડી.જે.ના તાલે આકર્ષક લાઈટ ડેકોરશન ચેતનભાઈ માણસુરીયા લેઝર લાઈટ આકર્ષણ જમાવશે.

જન્માષ્ટમીના રાત્રીના ૧૨ કલાકે મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

આયોજનને સફળ બનાવવા મયુરસિંહ સતુભા જાડેજા, સતુભા જાડેજા, કાનાભાઈ આલગોતર (મો.૯૬૬૨૨ ૩૭૭૭૪), વિનુભાઈ ચૌહાણ (મો.૮૦૦૦૦ ૧૦૫૫૫), ચંદ્રસિંહ પરમાર, ભીમભાઈ રાતડીયા, માધાભાઈ આલગોતર, ઉમેદભાઈ કાઠી, નવઘણભાઈ બાંભવા, સતીષભાઈ ધ્રાગીયા, નારણ લાબરીયા, લાલભાઈ આલગોતર, વિજયભાઈ મેર, ભાવેશભાઈ ચાવડા, ઈન્દ્રજીત પરમાર, અર્જુન આલગોતર, ભવનભાઈ પટેલ, ગોપાલ ટોયટા, મનોજભાઈ કાબરીયા, દેવાભાઈ ગમારા, ગોપાલભાઈ મારડીયા, વેજાભાઈ બાંભવા, ચિરાગભાઈ સોની, લાલાભાઈ જોગરાણા, હનીફભાઈ છાનીયા, કરણભાઈ સોલંકી, રઘુભાઈ સોહલા, કાનાભાઈ જોગરાણા, મયુરભાઈ કોસીયા, ધર્મેશભાઈ પટેલ, કાનાભાઈ બાંભવા, ભુપતભાઈ ગમારા, ભોલાભાઈ સાગઠીયા, નરેશભાઈ લાડવા (ભુવા), ધર્મેશ ગોંડલીયા, નારણભાઈ રાતડીયા, રૂપેશભાઈ ધ્રાગીયા, લાલાભાઈ મીર, વિજય સોહેલા, તેજાભાઈ સોહલા, નૈષદ સોરીયા, પૂજાબેન મહેર, બિંદીયાબહેન કથ્રેચા જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:37 pm IST)