રાજકોટ
News of Monday, 19th August 2019

પી. એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કૂલમાં કિવઝ

રાજકોટ : મહાનગરપાલિકા સંચાલિત પી. એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કૂલ ખાતે કોર્પોરેશન સંચાલિત હાઇસ્કૂલો માટે પ્રતિવર્ષ મુજબ આંતરશાળા કિવઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક વિભાગની છ તેમજ ઉ.મા. વિભાગની ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. કિવઝ પૂર્ણ થયે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં ડો. સોનલબેન ફળદુ (આચાર્યા-શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલ), આશિષભાઇ પાઠક (આચાર્ય એકનાથ રાનડે હાઇસ્કૂલ), વી.પી. ગાજીપરા (આચાર્ય મહારાણી લક્ષ્મીબાઇ કન્યા વિદ્યાલય), હિતેશભાઇ ચાવડા (આચાર્ય વીર સાવરકર વિદ્યાલય) હાજર રહ્યા હતા. માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર શ્રીમતિ સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલનો આવ્યો હતો. દ્વિતિય સ્થાન પર વીર સાવરકર વિદ્યાલય રહી હતી. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ સ્થાન પી. એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કૂલના વિદ્યાર્થી સુરેલા જય અને કાર્તિકસિંહ ઝાલાએ પ્રાપ્ત કર્યું હતું.  દ્વિતિય સ્થાન પર મહારાણી લક્ષ્મીબાઇ કન્ય વિદ્યાલય રહી હતી. વિજેતા ટીમ તેમજ ઉપવિજેતા ટીમને શિલ્ડ તેમજ પ્રમાણપત્રો આચાર્યોના હસ્તે આપવામાં આવ્યા હતાં. પ્રારંભે સ્વાગત શાળાના આચાર્ય ડો. તુષારભાઇપંડયાએ કર્યું હતું. રાષ્ટ્રીય કક્ષાની કિવઝ જેવી જ તૈયારી શાળાના શિક્ષક ડો. વિમલભાઇ ભટ્ટ તેમજ ગોસાઇ જસ્મિત દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કિવઝનું સંચાલન ડો. વિમલભાઇ ભટ્ટ તેમજ અન્ય વિદ્યાર્થીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે આભારવિધી એમ.ડી. જારીયા દ્વારા કરવામાં આવી હતી. અન્ય શાળાના શિક્ષકો પૈકી શ્રી ટી.એમ. સોલંકીએ ટાઇમ કિપર તરીકે તેમજ લીલાવંતીબેન સોલંકી, બીંદીબેન ઉપાધ્યાય તેમજ નીલુબેન પટેલ, શિલ્પાબેન રાવલ સ્કોરર તરીકે ઉમદા સેવાઓ આપી હતી. નાસ્તા-પાણીની વ્યવસ્થા શિક્ષક પી.એમ. જેતપરિયા તેમજ પટ્ટાવાળા  એસ.જે. ગ્રાવતે સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી મોહસીન જીણએ કર્યું હતું. આ સાથે એન.એસ.એસ. યુનિટ દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.

(4:30 pm IST)