રાજકોટ
News of Monday, 19th August 2019

આજે પવિત્ર બોળચોથનાં દિવસે જ ઢોર ડબ્બામાં ગૌ-માતાઓને સડેલો ઘાસચારો અપાયોઃ કોંગ્રેસ

વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, કાર્યાલયમંત્રી વિરલ ભટ્ટ, કોંગી આગેવાનો નરેશ પરમાર-અરવિંદ મુછડિયાએ ઢોર ડબ્બાની ઓચિંતી મુલાકાત લઇને તંત્રની પોલ ખોલી

રાજકોટ તા. ૧૯: આજે ગૌમાતાનાં પવિત્ર તહેવાર બોળચોથનાં દિવસે જ ઢોર ડબ્બામાં ગાયોને સડેલો ઘાસચારો ખવડાવવામાં આવ્યાનો આક્ષેપ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ કર્યો છે.

આ અંગે વશરામભાઈ સાગઠીયાની  યાદીમાં જણાવ્યું છે કે, હાલ રાજકોટમાં મનપા દ્વારા ઢોર પકડીને ઢોર ડબ્બામાં રાખવાની પદ્ઘતિ છે તેમજ આ ઢોર ડબ્બામાં ઢોરને રાખવાનું રોજ ના રૂ.૭૦૦/- લેખે ઢોર માલિક પાસેથી વસુલવામાં આવે છે છતાં આ ઢોરને સારી રીતે ખોરાક આપવો અને સ્વચ્છ જગ્યામાં રાખવું તેમજ પીવાના પાણીની પુરતી વ્યવસ્થા રાખવી વગેરે જેવી અનેક સેવાઓમાં મનપા નું તંત્ર તદ્દન ઉણું ઉતર્યું છે.

આજે શ્રી સાગઠીયા દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા તંત્રની પોલ છતી થઇ છે જેમાં રોજનું ૫૫૦ મણ થી ૬૦૦ મણ જેટલો દ્યાસચારો નાખવામાં આવે છે તેમાં તદ્દન સળી ગયેલો અને બટાઈ ગયેલો લીલા નો જથ્થો પકડવામાં આવેલ છે શ્રી સાગઠીયાએ આક્ષેપો કર્યા છે કે, છેલ્લા ચાર વર્ષથી માત્ર ને માત્ર એક જ કોન્ટ્રાકટર પાસે કામ કરાવવામાં આવતું હોવાથી મનપા ના સ્ટાફ સાથે મીલીભગત ચલાવી લેવામાં આવતી હોય છે અને આ સ્થળે રોજ ના ૫૫૦ થી ૬૦૦ મણ લીલા ની જરૂરીયાત હોવાના પગલે એવરેજ ૪૦% લીલું તો માત્ર કચરામાં જતું હોય છે અને ઢોર ડબ્બામાં પુરવામાં આવેલ મૂંગા પશુઓ અને ગૌ માતાઓને આ લીલું ખવડાવવામાં આવે છે.

મનપાના તંત્રની પોલ ખોલતા વિપક્ષી નેતાએ જણાવ્યું છે કે આ દ્યાંસચારામાં કોઈ મૂંગા પશુઓ આટલું જાડું અને કડક તેમજ કોહવાઈ ગયેલું લીલું દ્યાંસચારો કેવીરીતે ખાય ? તેમજ આ લીલું ખાધા પછી ગાય માતાની સું સ્થિતિ થાય તેમજ ઢોર ડબ્બામાં નર્કાગાર જેવી સ્થિતિ હોય છે ત્યારે ગાય માતાને આટલી ખરાબ સ્થિતિમાં આ નર્કાગાર બનેલા ઢોર ડબ્બામાં કેમ રાખી શકાય ? વિપક્ષીનેતાએ સાગઠીયાએ વધુમાં જણાવ્યું છે કે આ ઢોર ડબ્બામાં હાલ ૮૦૦ થી ૯૦૦ મૂંગા ઢોરને રાખવામાં આવ્યા છે ત્યારે સ્માર્ટ સીટીની ગુલબાંગો વચ્ચે હાલ ગૌ માતાની કફોળી સ્થિતિ  છે ત્યારે કયાં છે ભાજપના શાસકો અને કયાં ગયા મનપાના અફસરો ? તેવા સવાલો વિપક્ષી નેતાએ ઉઠાવ્યા છે. આ સરપ્રાઈઝ ચેકિંગમાં કોંગ્રેસના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, કોંગ્રેસ આગેવાન નરેશભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા જોડાયા હતા.

(4:28 pm IST)