રાજકોટ
News of Monday, 19th August 2019

રૂ. બે લાખ ૯૦ હજારનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદઃ આરોપી સામે સમન્સ

રાજકોટ,તા.૧૯: રાજકોટના રમેશભાઇ શામજીભાઇ બોરીયા વિરૂધ્ધ રૂ.૨૯૦,૦૦૦/-નો ચેક રીટર્ન થતા રાજકોટની કોર્ટમા ચેક રીટર્ન થવા બદલ આરોપી રમેહભાઇ શામજીભાઇ બોરીયા વિરૂધ્ધ ફરિયાદ થતા કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ છેે.

ફરીયાદની ટુકમાં વિગત એવી છે કે ફરીયાદી કૃષાલ ઉમેદભાઇ જરીયા એ આરોપી રમેશભાઇ શામજીભાઇ બોરીયાને જુન-૨૦૧૮મા રૂ. ૨,૯૦,૦૦૦/- સંબંધ હોય વગર વ્યાજે હાથ ઉછીના આપેલા ત્યારબાદ ફરીયાદીએ આરોપીને આપેલ હાથ ઉછીની રકમની પરત માંગણી કરતા આરોપીએ રૂ. ૨,૯૦,૦૦૦/-નો વગર 'ફંડ ઇનસફીસીયન્ત'ના શેરા સાથે પરત ફરે હતો.

ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત ચેક રીટર્ન થયા અંગની ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં નોટીસમા જણાવેલ સમયમાં આરોપીએ ફરીયાદીને ચેક મુજબની રકમ ન ચુકવતા ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટના એડી.ચીફ જયું.મેજી. કોર્ટમાં'ધી નેગોસ્યેબલ ઇનસ્ટુમેન્ટ એકટ'ની કલમ-૧૩૮ મુજબની ફરિયાદ દાખલ કરેલ. જે ફરિયાદ કોર્ટ રજીસ્ટર લઇ આરોપી રમેશભાઇ શામજીભાઇ બોરીયાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કામમાં ફરીયાદી કૃષાલ ઉમેદભાઇ જરીયા વતિ રાજકોટ ધારાશાસ્ત્રી હિતેશ આર. ભાયાણી રોકાયેલ છે.

(4:22 pm IST)