રાજકોટ
News of Monday, 19th August 2019

સગીરાના અપહરણ-દુષ્કર્મ-પોકસોના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા ૧૯  :  રાજકોટ શહેરના વિસ્તારમાં રહેતા આ કામના ફરીયાદી એ પોતાની સગીર વયની પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને પોકસો એકટની કલમ ૪ તથા ૬ મુજબની ફરીયાદ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. જે કામે આ કામનો આરોપી શીવા હનુભાઇ સભાડની રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ, કેસ ચાલી જતા પોકસો અદાલતે આ કામના આરોપી શીવા હનુભાઇ સભાડને ઉપરોકત ગુન્હાના કામ સબબ નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

 આ કામના આરોપીને રાજકોટ સ્પે. પોકસો કોર્ટના જજ સમક્ષ રજુ કરતા આરોપી વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૩૭૬ તેમજ પોકસો એકટની કલમ ૪ તથા ૬ નો ઉમેરો કરવામાં આવેલ અને આરોપીને રાજકોટ પોકસો કોર્ટના જજ ન્યાયીક હીરાસતમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કેસ ચાલી જતા આ કામમાં ફરીયાદ પક્ષ તરફથી સાહેદોને તપાસવામાં આવેલ તેમજ પંદર ડોકયેમન્ટરી પુરાવાઓ રજુ કરવામાં આવેલ, આ કામમાં અતિ મહત્વના ગણાતા સાહેદો એટલે કે ફરીયાદી અને ભોગ બનનારની કોર્ટ સમક્ષની જુબાનીમાં ઘણો બધો વિરોધાભાસ રહેલ હોય તેમજ તેમની જુબાની શંકાશીલ હોય, જે ફરીયાદ પક્ષ કેસ ને નિઃશંક પણે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય અને બચાવ પક્ષ તરફે રોકાયેલા એડવોકેટે કરેલ રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ આ કામના આરોપીને સ્પે. પોકસો કોર્ટના જજ સાહેબશ્રી ડી.ડી. ઠક્કર સાહેબે આ કામના આરોપીને ઉપરોકત ગુન્હામાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, જાહીદ એન. હિંગોરા, રણજીત બી. મકવાણા રોકાયેલા હતા.

(4:21 pm IST)