રાજકોટ
News of Monday, 19th August 2019

તહેવારો પુર્વે મોંઘવારીના ચક્કરમાં પિસાતી પ્રજા શાકભાજી બાદ કઠોળના ભાવો પણ વધારો

ખાંડમાં ૧ કિલોએ ૬ રૂ. અને ગોળમાં ૧૦ રૂ. વધી ગયા

રાજકોટ, તા., ૧૯: શાકભાજી બાદ કઠોળના ભાવમાં પણ વધારો થતા જન્માષ્ટમીના તહેવારો પુર્વે પ્રજા મોંઘવારીના  ચક્કરમાં પિસાઇ રહી છે.

ચાલુ વર્ષે વરસાદ મોડો થતા શાકભાજીનાભાવો આસમાને પહોંચતા ગૃહીણીઓનું બજેટ અસ્તવ્યસ્ત થઇ ગયું છે ત્યારે જન્માષ્ટમીના તહેવારો પુર્વે કઠોળના ભાવમાં પણ ર૦ થી ૩૦ ટકાનો ભાવવધારો થયો છે. વેપારી સુત્રોના જણાવ્યા મુજબ મગ ૧ કિલોના ભાવ ૭૦ રૂ. હતા તે વધીને ૮પ રૂ., દેશી ચણાના ભાવ ૮૦રૂ. હતા તે વધીને ૮પ, કાબુલ ચણાના ભાવ ૧૦૦ રૂ. હતા તે વધીને ૧૧૦, તુવેરના ૮૦ રૂ. હતા તે વધીને ૧૦૦, વાલના ૮૦ રૂ. હતા તે વધીને ૧૦૦, રાજમાના ભાવ ૮૦ રૂ. હતા તે વધીને ૧ર૦ રૂ., ચણાની દાળના ભાવ ૮૦ રૂ. હતા તે વધીને ૮પ રૂ. તથા તજના ભાવ ર૬૦ રૂ. હતા તે વધીને ૩૬૦ રૂ. થઇ ગયા છે. તેવી જ રીતે ખાંડ ૧ કિલોના ભાવ ૩૪ રૂ. હતા તે વધીને ૪૦ રૂ. અને ગોળના ભાવ પ૦ રૂ. હતા તે વધીને ૬૦ રૂ. થઇ ગયા છે. તાજેતરમાં સીંગતેલના ભાવમાં પણ વધારો થયો છે. તહેવારો પુર્વે મોંઘવારીએ માજા મુકતા અનેક પરિવારોના બજેટ અસ્તવ્યસ્ત થઇ ગયા છે.

(4:21 pm IST)