રાજકોટ
News of Monday, 19th August 2019

પેપર મીલમાં કાગળ ઓઢી સુતેલા યુવાન ભુરા પઠાણ પર આઇસર ફરી વળતા મોત

પડધરીના નાની અમરેલીમાં બનાવ : ચાલક રાજુ ગોહેલ સામે ગુનો

રાજકોટ તા ૧૯  : પડધરીના નાની અમરેલીમાં આવેલ પેપરમીલમાં કાગળ ઓઢીને સુતેલા યુવાન પર આઇસર ફરી વળતા તેનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ નાની અમરેલીમાં રહેતો અને ગામ પાસે આવેલી નીલકંઠ પેપર મીલમાં મજુરી કામ કરતો ભુરો પપ્પુભાઇ ખાન (ઉ.વ.૨૦) પરમ દિવસે નીલકંઠ પેપર મીલમાં લોડીંગ વિભાગમાં કાગળ ઓઢીને સુતો હતો, ત્યારે જીજે-૩એટી૧૭૭૩ નંબરના આઇસરના ચાલકે આઇસર બેદરકારી અને બેફીકરાઇથી ચલાવી કાગળ ઓઢીને સુતેલા યુવાન પર ચઢાવી દેતા યુવાનનુ ઘટના સ્થળેજ મોત નિપજયું હતુ. આ બનાવ અંગે પડધરી પોલીસ મથકના પી.એસ.આઇ. જે.વી. વાઢીયાએ  ગોૈરવભાઇ દલસુખભાઇ પીપળીયા (ઉ.વ.૨૬) ની ફરીયાદ પરથી આઇસરનો ચાલક રાજુ વલ્લભ ગોહેલ (રહે. કણકોટ પાટીયુ, કાલાવડ રોડ) સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

(4:11 pm IST)