રાજકોટ
News of Monday, 19th August 2019

આજીડેમ ચોકડી પાસે સુંદર પાર્કમાં ઘરમાં પડી જતાં વણિક વૃધ્ધ દિલીપભાઇ શેઠનું મોત

રાજકોટ તા. ૧૯: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે સુંદર પાર્ક-૧માં  રહેતાં દિલીપભાઇ રતિલાલ શેઠ (ઉ.૬૦) નામના વણિક વૃધ્ધ રવિવારે રાતે ઘરમાં પડી જતાં માથામાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવશીભાઇ કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં આજીડેમના એએસઆઇ રવિરાજસિંહ જાડેજા તથા કલ્પેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક તેમના ભત્રીજા સાથે રહેતાં હતાં અને ડાયાબિટીશની બિમારી હતી. ચક્કર આવતાં પડી જતાં માથામાં લાગી ગયું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(4:11 pm IST)