રાજકોટ
News of Monday, 19th July 2021

છેલ્લા ૩૬ કલાકમાં '૦' કેસ : રાજકોટ કોરોના મુકિતના આરેઃ માત્ર ૨૬ દર્દીઓ સારવારમાં

શહેરનો કુલ કેસનો આંક ૪૨,૭૮૩ થયો: આજ દિન સુધીમાં ૪૨,૩૦૩ દર્દીઅો સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૭૮ ટકા થયો

રાજકોટ તા. ૧૯: છેલ્લા ૧૬ માસથી રાજકોટ સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોનાનો શહેરમાં છેલ્લા ૩૬ કલાક એટલે કે ગઇકાલ તા.૧૮ અને આજ બપોર સુધીમાં એક પણ કેસ નહિ નોંધાતા લોકો ફરી અચ્છે દિનની આશા કરવા લાગ્યા છે. શહેરમાં હાલ માત્ર ૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   ૦ કેસ નોંધાયો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૮૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૧૮૧૬ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો  હતો. જયારે ૬ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૨,૨૯,૫૮૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૮૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૪૫ ટકા થયો છે. જયારે રિકવરી રેટ ૯૮.૭૮ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૨૬  દર્દીઓ સારવાર હેઠળ છે.

(4:21 pm IST)