અમદાવાદ-રાજકોટ હાઇવે રોડ માલિયાસણ ચોકડી ખાતેથી 6.5 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ભરત મહેતાને ઝડપી લેતી એસ.ઓ.જી - પેરોલ ફર્લો સ્કોડ રાજકોટ

રાજકોટ : અમદાવાદ-રાજકોટ હાઇવે રોડ માલિયાસણ ચોકડી ખાતેથી 6.5 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ભરત મહેતાને એસ.ઓ.જી -પેરોલ ફર્લો સ્કોડ રાજકોટએ ઝડપી લીધો છે
એસઓજીના પોલીસ.ઇન્સ.ર.વાય,રાવલે સ્ટાફને સૂચના ફોરવર્ડ કરતા પો.સ.ઇન્સ,એમ.એસ.અન્સારી એ તપાસમાં રહેલ ટીમના પો.કોન્સ,યોગેન્દ્રસિંહ ઝાલા,પ્રદીપસિંહ ગોહિલ અને યુવરાજસિંહ રાણાની સંયુક્ત બાતમી મળેલ કે અમદાવાદ રાજકોટ હાઇવે પર એક શખ્શ દારૂ ભરેલ બે પ્લાસ્ટિકના મોટા કોથળા સાથે પસાર થનાર છે બાતમીના આધારે સદરહુ જગ્યાએ આરોપીની હાજરી મળતા તલસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ભરતભાઈ મુળુભાઈ મહેતા ( ઉ,વ,44 ) ( રહે,કોઠારીયા રોડ રણુજા મંદિરની પાછળ પાવરહાઉસની બાજુમાં રાજકોટ )પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 2 લીટરની બોટલો કુલ નઁગ 30 ( 6.5 પેટી )નો મુદામાલ મળી આવતા કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી