રાજકોટ
News of Friday, 19th July 2019

આર્ટ કોમ્પીટીશનમાં શ્રેષ્ઠ દેખાવ

તાજેતરમાં યોજાયેલ ઇન્ટર સ્કુલ આર્ટ કોમ્પીટીશનમાં શહેરની પોદાર ઇન્ટરનેશન સ્કુલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 'સે નો ટુ પ્લાસ્ટીક' થીમ પર ધો. ૬ ની સ્વરા, જીયા, ધો.૮ ની પેશલ, પુષ્ટી, ધો. ૯ ની મુગ્ધાએ ભાગ લઇ સુંદર દેખાવ કર્યો હતો. પુષ્ટી ભાલોડીયાએ તૃતીય સ્થાન મેળવતા સ્કુલ પ્રિન્સીપાલ ડો. મયુર પાટડીયા અને શાળા પરિવારે અભિનંદન આપ્યા હતા.

(3:30 pm IST)