રાજકોટ
News of Thursday, 19th July 2018

સાંજે રાજકોટમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ : રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં

સવારથી તડકો નીકળ્યા બાદ સમીસાંજે વાતાવરણમાં પલટો : ધોધમાર વરસાદથી ફરી ઠાઢોડું

રાજકોટ :રાજકોટમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશમાં ઘટાટોપ વાદળો ઘસી આવ્યા હતા અને એક કલાકમાં એક ઇંચ જેવો ભારે વરસાદ ખાબક્યો હતો આ પહેલા આજે સવારે તડકો નીકળ્યો હતો વાતાવરણમાં ઉધાડ વચ્ચે બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો અને સાંજે 5 વાગ્યાથી અનરાધાર વરસાદ વરસવાનું શરુ થયું હતું સાંજના છ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો ફાયર બ્રિગેડના આંકડા મુજબ શહેરના વેસ્ટ ઝોનમાં 23 મિમિ વરસાદ નોંધાયો છે જયારે કુલ 393 મિમિ વરસાદ થયો છે સેન્ટ્રલ ઝોનમાં સાંજે છ વાગ્યા સુધીમાં 21 મિમિ વરસાદ વરસ્યો છે કુલ 357 મિમિ વરસાદ થયો છે જયારે ઇસ્ટ ઝોન બેડીપરા વિસ્તારમાં 24 મિમિ વરસાદ પડતા   કુલ 290 મિમિ વરસાદ થયો છે

(8:09 pm IST)