રાજકોટ
News of Thursday, 19th July 2018

પુત્રીની હત્યા કરવા અંગે પકડાયેલ માતા અને તેના પુત્રનો નિર્દોષ છુટકારો

લક્ષ્મીનગરની ગુમ થયેલી અમૃતાની રેલવે બ્રીજ પાસેથી લાશ મળી હતી

રાજકોટ તા. ૧૯ : પુત્રીના મર્ડર કેસમાં સગી જનેતા તથા સગા ભાઇને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો રાજકોટના સેસન્સ કોર્ટના જજશ્રી ગીતાબેન ગોપીએ નિર્દોષ છોડી  મુકવાનો હુકમ કર્યો હતો.

આ બનાવમાં પોલીસકેસની ટુંકી એવી કે  ફરીયાદીની હકીકત તે એવી રીતે કે આ કામના આરોપીઓ (૧) મંજુબેન રમેશભાઇ પરમાર, (૨) સુનીલભાઇ રમેશભાઇ પરમાર,રહે. લક્ષ્મીનગર  શેરી નં. ૧ નાના મવા રોડ રાજકોટ વાળા સામે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૦૨,૧૨૦ (બી), ૨૦૨ મુજબનો ગુન્હો નોંધાયેલ  જે મુજબ હું ગુજ. અમૃતાબેન  રમેશભાઇ પરમાર ઘરેથી ગુમ થયેલ હોય અને તેઓની લાશ ૧૫૦ ફુટ રીંગ રોડ , રેલ્વે ઓવરબ્રીજ  પાસે  રેલ્વેના પાટા પાસેથી મળી આવેલ હોય જેથી આ કામના  આરોપી નં. ૨નાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં અમિત ધીરૂભાઇ મેર સામે પોતાની બહેનને મરવા મજબુર કરવા અંગે ફરીયાદ નોંધાવેલ

સદર તપાસ દરમ્યાન આ કામના ફરીયાદી જ આરોપી નીકળેલ અને સગી જનેતા તથા ભાઇએ મરણ જનાર અમૃતાબેનને બહાર જવાનુ હોય તેમ કહી રીક્ષામાં  લઇ જઇ અને મરણજનાર અમૃતાબેનને માધાપર ચોકડી મોરબી રોડ બાયપાસ પર લઇ જઇ  હાથમાં પ્લાસ્ટીકના મોજા પહેરી મરણજનાર ને  ચુંદડીથી  ગળુ દબાવી બેભાન જેવી થઇ જતા ઓવરબ્રીજ ઉપર થી પુલ નીચે ફેકી દઇ સગી જનેતા તથા ભાઇએ મોત નિપજાવેલ અને આરોપીએ અમૃતાબેનને જે  ચુંદડીથી ગળુ દબાવેલ હોય  જે બનાવ વખતે પહેરેલ  હાથના મોજા નાખી દઇ પુરાવાનો નાશ કરેલ હોય આમ બન્ને આરોપીઓએ પરસ્પર સહમતીથી ગુન્હાહીત કાવતરૂ રચેલ હોય અમૃતાબેનનું મોત નિપજાવી ખુન કરી અને પુરાવાનો નાશ કરવા અંગે નો ગુન્હો  કરેલ. તપાસ દરમ્યાન માલવીયાનગર પોલીસ સ્ટેશન બન્ને  આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરેલ અને આરોપીઓ સામે પુરતો પુરાવો કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ જે અંગેનો કેસ સેશન્સ જજ શ્રી  ગીતાબેન ગોપીની સમક્ષ ચાલતા કોર્ટમાં મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. કોર્ટે બંન્ને પક્ષોને  સાંભળીને આરોપીઓને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કામે આરોપી નં.૧ મંજુબેન રમેશભાઇ પરમાર વતી વકીલ શ્રી અતુલ એમ. પંડ્યા , રેખાબેન એમ. તુવાર રોકાયેલા હતા આરોપી નં. ૨ સુનિલ રમેશભાઇ પરમાર વતી ધારાશાસ્ત્રી નિલેશ એમ. અગ્રાવત , પંકજ બી. વાઘેલા , અરવિંદ બી. સોલંકી , આશીફ વી. ચૌહાણ, નંદકિશોર  જે. પાનોલા , જીજ્ઞેશ જે તૈરેયા  , મુકેશ ત્રાંબડીયા, દિલીપ એચ. ચાવડા, અંજુબેન કે. ચૌહાણ તથા જાગૃતિબેન કૈલેયા રોકાયેલા હતા.

(4:00 pm IST)