રાજકોટ
News of Thursday, 19th July 2018

એસએમવીએસ મંદિરે પૂર્વ દિવસોમાં ગુરૂપૂર્ણીમાં મહોત્સવ

તા. ૨ જુલાઇના રવિવારે માધાપર ચોકડી ખાતેના સ્વામિનારાયણ મંદિરે ધર્મમય આયોજન : ગુરૂવર્ય પૂ. બાપજી તથા પૂ. સ્વામીશ્રીના અયોધ્યા ચોકથી વાજતે ગાજતે સામૈયા કરાશે : કીર્તન ભકિત- સંતોની વાણી અને બપોરે મહાપ્રસાદ

રાજકોટઃ જગદીપ વિરાણી ફાઉન્ડેશનની યાદી જણાવે છે કે જગદીપભાઈ વિરાણી જન્મ શતાબ્દિના  ઉજવણીના ભાગસ્વરૂપે ધો.૯,૧૦, ૧૧,૧૨ના રાજકોટની શાળાના વિદ્યાર્થીઓ માટે સુગમ સંગીત, નૃત્ય અને ચિત્રકામની સ્પર્ધાનું આયોજન તા.૨૨ના રવિવારે સવારે ૮ થી ૧ દરમિયાન શ્રી કે.જે.કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ કોટેચા ચોક રાખેલ છે.દરેક શાળા દરેક સ્પાર્ધામાં પોતાનાં ૩ વિદ્યાર્થીઓના નામ પોતાના લેટર પેડ પર લખી મોકલવાના રહેશે. પત્ર તા.૨૧ના સુધીમાં ઉદયભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્ર ચિત્રકળા, પટ્ટણી બિલ્ડીંગ એમ.જી.રોડ, સેન્ટ્રલ બેંક હેડ ઓફિસ ઉપર રાજકોટ મો.૯૪૦૮૯ ૪૨૦૯૧ ખાતે પહોંચતા કરવો.

(3:57 pm IST)