રાજકોટ
News of Thursday, 19th July 2018

કડીના વૈષ્ણવાચાર્ય પૂ. પૂરૂષોતમલાલજીની રાજકોટ પધરામણીઃ કાલે જન્મોત્સવ ઉજવાશે

દરરોજ વૈષ્ણવોને ત્યાં પધરામણી કરી બોધવાર્તા-સત્સંગ

રાજકોટ તા. ૧૯ :.. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય પૂ. પા. ગો. શ્રી વલ્લભલાલજી મહારાજશ્રી (કડી -અમદાવાદ) ના આત્મજ પૂ. પા. ગો. શ્રી પુરૂષોતમલાલજી મહોદયશ્રી રાજકોટ પધાર્યા છે.

દરરોજ જુદા જુદા વૈષ્ણવોને ત્યાં પધારી તથાસ્તુ બોધવાર્તા ઉપર વચનામૃત આપી રહ્યા છે.

ગો. શ્રી પુરૂષોતમલાલજીનો રાજકોટમાં મુકામ પ્રાર્થના એકઝોટીકા, ફલેટ નં. પ૦૧, રૈયા રોડ, પ્રગતિ સોસાયટી શેરી નં. ૬, ત્રિનેશ્વર મહાદેવ મંદિર સામેની ગલીમાં છે.

આજે તા. ૧૯ ના ગુરૂવારે સાંજે ૪ વાગ્યે વચનામૃત પ.ભ. શ્રી દિનેશભાઇ ધીણોજા મો. ૯૭ર૯૦ ૪પ૭૭૭. શિવમ એપાર્ટમેન્ટ, ૧લે માળે, જામનગર રોડ, નાગેશ્વર મંદિર પાસે, રાખેલ છે.

કાલે તા. ર૦ ના શુક્રવારે તેમનો જન્મ દિવસ હોય મુકામ પર સવારે ૧ર કલાકે પલના તથા સાંજે ૪ કલાકે વચનામૃત બાદ ફુલફાગનો મનોરથ મનાવવામાં આવશે.

તા. ર૧ ના શનિવારે રાત્રે ૯ કલાકે પ.ભ. શ્રી અરવિંદભાઇ પાટડીયા, મો. ૯૪ર૭પ ૩૬૪૦૦, બાલકૃષ્ણલાલ કૃપા, ખત્રીવાડ, હવેલી રોડ, લાલજી પારેખની શેરી ખાતે પધારશે અને તથાસ્તુ બોધવાર્તા ઉપર વચનામૃત આપશે.

તા. રર ના રવિવારે સાંજે ૪ વાગ્યે વચનામૃત ત્યારબાદ ફુલફાગનો મનોરથ કિશોરભાઇ ને ત્યાં રાખેલ છે.

તા. ર૩ ના સોમવારે રાત્રે ૯ કલાકે પ.ભ. કાશ્મીરાબેનને ત્યાં વસુંધરા રેસીડેન્સી એરપોર્ટ રોડ ખાતે વચનામૃત રાખેલ છે.

તા. ર૪ ના મંગળવારે સાંજે ૪ કલાકે પ.ભ. શ્રી ભાવનાબેન, લીલાબેન ને ત્યાં રાજનગર-૯, નાનામૌવા રોડ, સુર્યમુખી મંદિર પાસે, મધુરમ, ભકિતમંદિર વારો રોડ, લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે, વચનામૃત રાખેલ છે.

તા. ર૪ ના મંગળવારે રાત્રે ૯ કલાકે પ.ભ. શ્રી ભરતભાઇ ભીંડોરા, અમિત પેલેસ, ૯-રોયલ પાર્ક, યુનિ. રોડ, વચનામૃત રાખેલ છે.

તા. રપ ના બુધવાર, રાત્રે ૯ કલાકે પ.ભ. શ્રી આનંદભાઇને ત્યાં વસુંધરા રેસીડેન્સી, એરપોર્ટ રોડ, (મો. ૯૪ર૬ર રરર૯૭) વચનામૃત રાખેલ છે.

તા. ર૬ ના ગુરૂવારે રાત્રે ૯ કલાકે પ.ભ. શ્રી કિરણબેન ને ત્યાં ૯૯, બી-પંચશીલ સોસાયટી મેઇન રોડ, દોશી હોસ્પિટલ પાસે, (ફોન ૦ર૮૧ ર૩૬પ૧૮ર) વચનામૃત રાખેલ છે.

તા. ર૮ ના શનીવારે સાંજે ૪ કલાકે પ.ભ.શ્રી પુષ્પાબેન ને ત્યાં ૧પ૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલની પાસે, (મો. ૦૯૮૯૮૭ ૭૧૯પ૯) વતનામૃત રાખેલ છે.

પધરામણી ત્થા બ્રહ્મસંબંધ માટે શ્રી પુરૂષોતમ પરિકરના મીનાબેન પારેખ, મો. ૯૩૭પ૯ ૯૯૪૪૦ ઉપર સંપર્ક સાધવા અરવિંદભાઇ પાટડીયાની યાદીમાં જણાવેલ છે. (પ-ર૮)

(3:53 pm IST)