રાજકોટ
News of Thursday, 19th July 2018

મદદની જરૂર હોય તો ફોન કરજો

જિલ્લા ભાજપ દ્વારા ગ્રામીણ અસરગ્રસ્તો માટે કંટ્રોલ રૂમ

રાજકોટ તા.૧૯: જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડી.કે. સખીયા, મહામંત્રીશ્રીઓ ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોધરાએ જણાવ્યું કે, કુદરતની મહેરથી ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ થયેલ છે રાજકોટ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગગનમાંથી સતત વરસી રહેલ અનરાધાર મેઘકૃપાને કારણે રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં ખાલી પડેલા તળાવો-ચેકડેમો અને જળાશયોમાં નીરની ખુબજ આવક થયેલ છે જેને કારણે પાણીની સમસ્યા દૂર થયેલ છે.

ગ્રામ્ય વિસ્તારની પ્રજાની મુશ્કેલી દૂર કરવા માટે સરકારમાં સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી પુરપીડિતોને તાત્કાલિક ધોરણે સહાય મળે તે માટે રાજકોટ જિલ્લાના અસરગ્રસ્તો માટે સવારના ૮ થી રાત્રીના ૮ વાગ્યા સુધી એક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. અસરગ્રસ્તોને કોઇપણ જાતની મદદની જરૂરીયાત હોય તેઓએ રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય, વિરાણી બહેરા-મૂંગા શાળા સામે, ઢેબર રોડ, રાજકોટ, ફોન નં: ૦૨૮૧ ૨૩૬૪૭૪૭ ઉપર સંપર્ક કરવા જણાવે છે. (૧.૩૦)

(3:46 pm IST)