News of Thursday, 19th July 2018
રાજકોટની ભાગોળે આવેલ ન્યારી-ર ડેમ છલકાવાની તૈયારી
નીચાણ વાસના ગામોમાં ચેતવણી
રાજકોટ તા. ૧૯: શહેરની ભાગોળે આવેલ ન્યારી-ર ડેમ છલકાવાની તેયારીમાં છે.
આ અંગે સિંચાઇ વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ ''જામનગર હાઇ-વે ઉપર હનુમાનધારા પાસે આવેલ ન્યારી-ર ડેમ તેની કુલ ૨૨ ફુટની સપાટી પાર કરી અને છલકાવાની તૈયારીમાં છે.''
આથી આ ડેમનાં નિચાણવાસમાં આવેલ ન્યારા સહિતનાં ગામોમાં નદીનાં પટમાં અવર-જવર નહીં કરવા ચેતવણી અપાઇ છે.
નોંધનીય છે કે ન્યારી-ર ડેમનું પાણી પિવાલાયક નહી હોવાથી તેનો ઉપયોગ થતો નથી.
(3:41 pm IST)