રાજકોટ
News of Thursday, 19th July 2018

ઇન્દ્રનિલની કોંગ્રેસમાં ઘર વાપશી માટે ગણાતી ઘડીઓઃ દિલ્હી હાઇકમાન્ડનું તેડું

કોંગ્રેસના પૂર્વ લડાયક ધારાસભ્ય દિલ્હીમાં

રાજકોટ તા. ૧૯ :.. કોંગ્રેસનાં ભુતપુર્વ લડાયક ધારાસભ્ય અને શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ ઇન્દ્રનીલ રાજયગુરૂએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દિધા બાદ તેઓને ફરીથી કોંગ્રેસમાં સક્રિય થવા માટે તેઓનાં સમર્થક કાર્યકરો - કોર્પોરેટરોએ છેલ્લા ૧પ દિવસથી જોરદાર ઝૂંબેશ ચલાવી અને ગઇકાલે પ્રદેશ કોંગ્રેસ સુધી રજૂઆતનો દોર ચલાવ્યા બાદ આજે એકા-એક ઇન્દ્રનીલ રાજયગુરૂને દિલ્હી કોંગ્રેસ હાઇકમાન્ડનું તેડુ આવતાં તેઓ દિલ્હી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે ઇન્દ્રનીલભાઇનાં સમર્થક કોર્પોરેટરો અને તેઓનાં નજીકનાં વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂને દિલ્હી ખાતે હાઇકમાન્ડે બોલાવ્યા છે. અને આજે તેઓ દિલ્હી પહોંચી ગયા છે.

આમ ઇન્દ્રનીલભાઇને એકા-એક હાઇકમાન્ડનું તેડું આવતાં તેઓની કોંગ્રેસમાં માનભેર ઘરવાપસી થઇ રહી હોવાની અટકળોએ જોર પકડયુ છે. (પ-૩પ)

(3:35 pm IST)