રાજકોટ
News of Saturday, 19th June 2021

બેડલા નદીના પુલ પાસેથી ધવલ બાવળીયા દારૂની ૭ બોટલ સાથે પકડાયો

બામણબોર પાસેથી બોલેરોમાંથી દશરથ અને કિશન દારૂની એક બોટલ સાથે ઝડપાયા

રાજકોટ,તા. ૧૯ : બેડલા ગામ નજીક પુલ પાસેથી એરપોર્ટ પોલીસે બાતમીના આધારે દારૂની ૨૪ બોટલ સાથે એક શખ્સને પકડી લીોધો હતો. બાદ પેટ્રોલીંગ દરમ્યાન બામણબોર પાસેથી બોલેરોમાંથી દારૂની એક બોટલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ બેડલા ગામ પાસે એક શખ્સ દારૂના જથ્થા સાથે ઉભો હોવાની એરપોર્ટ પોલીસ મથકના હેડ કોન્સ. કેશુભાઇ વાંજા, વિજયભાઇ તથા સોહીલભાઇ ચૌહાણને બાતમી મળતા પી.આઇ જી.એમ.હડીયાના માર્ગદર્શન હેઠળ બેડલા ગામ નજીક નદીના પુલ પાસે દરોડો પાડી રૂ. ૨૧,૦૦૦ની કિંમતની  દારૂની ૭ બોટલ સાથે ધવલ ભીમજીભાઇ બાવળીયા (ઉવ.૨૧) (રહે. ભગવતપરા શેરી નં. -૨૪ ગોંડલ) ને પકડી લીધો હતો.

ત્યારબાદ પી.એસ.આઇ એચ.આર હેરભા, એ.એસ.આઇ જીતેન્દ્રભાઇ, હેડ કોન્સ. યોગેન્દ્રભાઇ, અશોકભાઇ, મહાવીરસિંહ, યશપાલસિંહ, દિવ્યરાજસિંહ અને કનુભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બામણબોર જી.આઇ.ડી.સી. જવાના રસ્તા પરથી પસાર થતી જીજે-૧૧ બીઆર ૫૨૧ નંબરની બોલેરોને શંકાના આધારે રોકી તલાશી લેતા દારૂની એક બોટલ મળી આવતા બોલેરોમાં બેઠેલા દશરથ જીવરાજભાઇ ગોહેલ (ઉવ.૩૨) (રહે. જૂનાગઢ દોલતપરા શેરી નં. ૩) અને ગુંદાળાના કિશન રસીકભાઇ જીંજરીયા (ઉવ.૨૨)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:39 pm IST)