રાજકોટ
News of Wednesday, 19th June 2019

અમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર

રાજકોટઃ આજે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સ્ટેન્ડિંગ કમીટીના ત્રણ પૂર્વ ચેરમેન નીતિન ભારદ્વાજ, કશ્યપ શુકલ અને કમલેશ મિરાણી બાજુમાં બેઠા હતા ત્રણમાં કોની રાજકીય સ્થિતિ શું છે ? તે સૌ જાણે છે.  ભારદ્વાજ-શુકલ એકદમ અડીને બેઠા છે કમલેશ માટે વચ્ચે 'પર્યાપ્ત' જગ્યા નથી. 'સુપર'નું ચલણ હોય ત્યારે બાકીનાએ  એને અનુરૂપ 'વલણ' રાખવું પડે તે સ્વભાવિક છે. કમલેશ મિરાણી પ્રમુખની ખુરશી પર બેસે છે. વર્તમાન રાજકારણમાં એને 'મજબુરી' અને મજબુતીની ખબર છે. જે છે તેને રૂડુ માનીને ચલાવવાનું ! આટલુ સમજાય જાય એટલે જ બેઠા બેઠા પણ ઝુકીને વાત કરવામાં (કૃત્રિમ) હાસ્ય રોકી શકાય નહિ. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:14 pm IST)