'ડીવાઇન રેકી એન્ડ માઇન્ડ પાવર' રવિવારે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં વિનામુલ્યે મોટીવેશ્નલ સેમીનાર
રાજકોટ તા. ૧૯ : સહપરિવાર માણી શકાય તેવો એક મોટીવેશનલ સેમીનાર આગામી તા. ૨૩ ના રવિવારે બપોરે ર વાગ્યે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે અયાોજીત થયો છે.
આ સેમીનારના મુખ્ય વકતા તરીકે સેવા આપનાર રાજીવ મિશ્રાએ 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે 'ડીવાઇન રેકી એન્ડ માઇન્ડ પાવર' શીર્ષકતળેના આ સેમીનારમાં લાઇફ સ્કીલ્સ અંગેની ટીપ્સ અપાશે. જીવનને પરમ સ્વસ્થ, આનંદમય કઇ રીતે બનાવવું તે અંગ માર્ગદર્શન અપાશે. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાનો અને વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. કોટક ગ્રુપ અને આશીષ ક્રેડીટ કો-ઓપ. સોસાયટીના સહયોગથી યોજાયેલ આ વિનામુલ્યે સેમીનારમાં જોડાવા રજીસ્ત્રેશન અને વધુ માહીતી માટે મો.૭૦૧૪૬ ૪૧૨૨૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
વાલી, સ્ટુડન્ટસ, ટીચર્સ, બીઝનેશ પર્સન કોઇ પણ લોકોએ સેમીનારનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજીવ મિશ્રા અને રચના રૂપારેલ નજરે પડે છે.