રાજકોટ
News of Wednesday, 19th June 2019

રાજકોટમાં ૧ર સ્થળોએ સ્માર્ટ રોડ ક્રોસીંગઃ બંછાનીધી પાનીની જનરલ બોર્ડમાં જાહેરાત

શહેરમાં ૯૩ વોકર્સ ઝોનઃ રેસકોર્ષમાં ૪૮ ફજત ફાળકા

રાજકોટઃ આજે યોજાયેલ મ્યુ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં ફુટપાથ ઉપર દબાણો અંગેની ચર્ચા દરમિયાન મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ કોર્પોરેટરોને માહીતી આપતા જણાવ્યું હતું કે આગામી ટુંક સમયમાં જ હવે રાજકોટવાસીઓને ખુલ્લી ફુટપાથ અને રોડ ક્રોસીંગ માટે સાયરનવાળા સ્માર્ટ રોડ ક્રોસીંગની સુવિધા ૧ર સ્થળોએ મળનાર છે. આ માટેની કામગીરી હાલમાં ચાલું જ છે. તેઓએ વોકર્સ ઝોન અંગેની માહીતી રજુ કરતા જણાવેલ કે શહેરમાં કુલ ૯૩ વોકર્સ ઝોનમાં ૩૬૦૦ ફેરીયા રોજી-રોટી કમાઇ રહયા છે. જયારે રેસકોર્ષમાં ૪૮ જેટલા ફજત ફાળકા, ચકરડી સહીતની નાની મોટી રાઇડસના ધંધાર્થીઓ રોજી-રોટી કમાઇ રહયા છે અને તેના થકી તંત્રને મહિને ૭૬,૦૦૦ની આવક છે.

(3:35 pm IST)