રાજકોટ
News of Wednesday, 19th June 2019

ખંઢેરી નજીક એઇમ્સ હોસ્પિટલ માટે ર૦૦ એકર જમીનમાંથી દબાણ દુર કરાયુ

પડધરી : કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં  આવી છે જેના પગલે કાલેે જામનગર રોડ ઉપર ખંઢેરી  સર્વે નં. ૬૪માં ર૦૦ એકર ઉપર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરી પ્રાંત અધિકારી ડો. ઓમપ્રકાશ, મામલતદાર પી.એલ. ગોઠી, આર.એન.બી. અને જેટકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.   રાજકોટ નજીક ખંઢેરી ગામે એઇમ્સના નિર્માણ માટે ભારત સરકારની મંજૂરી મળી ગયા બાદ આ જમીન ઉપર ગામના સાતથી આઠ ઇસમો દ્વારા ત્રણ ચાર સ્થળે ઓરડીઓ ઉભી કરીને ફળ અને શાકભાજીનું વાવેતર કરી જે દબાણ કરવામાં આવ્યું હતું તે પડધરી મામલતદાર સહિતનાં અધિકારીઓએ એકી સાથે પાંચ જેસીબી મશીનો મુકીને હટાવ્યું હતું. અગાઉ પણ દબાણ કરનારાઓને નોટીસ આપવામાં આવી હોવા છતાં સરકારી ખરાબાની જમીનમાંથી દબાણ દુર નહી કરાતા વહીવટી તંત્રે વરસતા વરસાદમાં જેસીબી મશીનો મુકીને દબાણ દૂર કરવું પડયું હતું. આ દબાણો દૂર થયા બાદ હવે ટૂંક સમયમાં ભારત સરકારના આરોગ્ય વિભાગને એઇમ્સ ઉભી કરવા માટે જમીનનો કબજો સોંપવામાં આવશે. (તસ્વીર :- અહેવાલ : મનમોહન બગડાઇ -પડધરી)

(1:11 pm IST)