રાજકોટ
News of Tuesday, 19th June 2018

હલેન્ડામાં માનસીક બિમારીના કારણે વનીતાબેન કોળીનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટ તા.૧૯ : સરધાર નજીક હલેન્ડામાં માનસીક બીમારીના કારણે કોળી મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ હલેન્ડા ગામમાં રહેતા વનીતાબેન સંજયભાઇ કુકાવાડીયા (ઉ.૩૩) એ પરમ દિવસેપોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન ગઇકાલે મોડી રાત્રે મોત નિપજયુ હતુ઼.

બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ પંકજભાઇ દીક્ષીત અને યોગરાજસિંહે તપાસ હાથ ધરી હતી પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યા મુજબ મૃતક વનીતાબેનને સંતાનમાં એક પુત્ર છે . પતિ મજુરી કામ કરે છે. છેલ્લા ઘણા સમયથી માનસીક બીમારીથી પીડાતા હોઇ, તેથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યું હતું.(૬.૯)

 

(4:03 pm IST)