રાજકોટ
News of Tuesday, 19th June 2018

ભાજપ કાર્યાલયે મેયર બીનાબેન સહિત નવનિયુકત મહિલા ચેરપર્સનોનું ઉમળાભેર સ્વાગત

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડની ઉપસ્થિતિમાં ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રત્રી પુનીતાબેન પારેખ, કિરણબેન માંકડીયાની આગેવાનીમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેરના મેયર બીનાબેન આચાર્ય સહિત નવનિયુકત મહિલા ચેરપર્સનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે મહિલાઓ હવે દરેક પ્રવૃત્તિ જેવી કે શિક્ષણ, રાજકારણ, મીડિયા, કળા, સંસ્કૃતિ અને સેવાના ક્ષેત્રોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ભાગીદારી લઇ રહી છે ત્યારે મેયર બીનાબેન આચાર્ય તેમજ રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુકત મહિલા ચેરપર્સનોને નારી સશકિતકરણના માધ્યમથી શહેરની વિકાસયાત્રાને આગળ ધપાવે તેવી શુભેચ્છા આપી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, કિરણબેન માકડીયા, દર્શિતાબેન શાહ સહિતનાઓ સાથે મહિલા મોરચાના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુકત મહીલા ચેરપર્સન શીશુ કલ્યાણ ગ્રાંટ સંચાલીત યોજનાઓ, અગ્નિશામક સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિના ચેરમેન અંજનાબેન મોરજરીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન શીલ્પાબેન જાવીયા, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સ સમિતિના ચેરમેન જયાબેન ડાંગર, પ્લાનીંગ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્વામી, ડ્રેનેજ સમિતિના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, બાગ બગીચા અને ઝૂના ચેરમેન વિજયાબેન વાછાણી, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના ચેરમેન પ્રીતીબેન પનારાને શુભેચ્છા પાઠવી હતી.(૮.૧૮)

(3:50 pm IST)