News of Tuesday, 19th June 2018
આજે રાત્રે લોહાણા સમાજના ઉમેદવારોની મીટીંગ : સર્વમાન્ય અને સર્વસ્વીકાર્ય ઉમેદવાર અંગે પણ ચર્ચા થવાની પ્રબળ સંભાવના
રાજકોટ : એવુ પણ જાણવા મળે છે કે રઘુવંશી પરિવારના નેજા હેઠળ આજરોજ રાત્રે ૯:૩૦ કલાકે કેસરીયા લોહાણા મહાજન વાડી (કાલાવડ રોડ) ખાતે પ્રમુખપદથી ચૂંટણી લડવા ઈચ્છુક તમામ ઉમેદવારોની અંગત ટેકેદારો સાથે મીટીંગ રાખેલ છે. જેમાં સર્વમાન્ય અને સર્વસ્વીકાર્ય ઉમેદવાર બાબતે પણ ચર્ચા થવાની પ્રબળ સંભાવના છે. કદાચ એવા પણ સમીકરણ થઈ શકે કે પ્રમુખપદના મુખ્ય ઉમેદવારોને વારાફરતી એક કે બે વર્ષ માટે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ આપવામાં આવે. આ મીટીંગમાં લડાયક અને શકિતશાળી ઉમેદવારો કોઈપણ જાતનંુ સેટલમેન્ટ ન કરનાર હોવાની પણ ચર્ચા સંભળાય છે.
(3:28 pm IST)