રાજકોટ
News of Tuesday, 19th June 2018

કોઇપણ કાર્યમાં તાલીમ જીવનભરની મુડીઃ જયેશ રાદડીયા

ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામીણ ટેકનોલોજી સંસ્થાન દ્વારા સેમીનાર સંપન્ન

રાજકોટમાં ગુજરાત માટીકામ કલાકારો અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા યોજાયેલ સેમિનાર પ્રસંગે જયેશ રાદડિયા , ગોવિંદભાઇ પટેલ , અરવિંદ રૈયાણી, ધનસુખ ભંડેરી, નરેન્દ્રબાપુ સોલંકી, લાખાભાઇ સાગઠિયા, દલસુખભાઇ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તે પ્રસંગેની તસ્વીર.

રાજકોટ તા. ૧૯ : ગુજરાત સરકારની સંસ્થાન 'ગુજારત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી ' સંસ્થાન દ્વારા ગત રવિવાર  સ્વરોજગારી તાલીમ જાગૃતિ શિબિર ગુજરાતના કુટિર ઉદ્યોગ અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ ગઇ. શિબિર - સેમિનારનું દિપ પ્રાગટ્ય મેયર શ્રી બીનજાબેન આચાર્ય, ધારાસભ્યો, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠિયા , ગુજરાત મ્યુ. ફાઇના્ન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી , 'આપાગીગાનો ઓટલો' ના મહંત શ્રી નરેન્દ્રબાપુ તથા દલસુખભાઇ પ્રજાપતિએ કર્યુ હતુ. કાર્યક્રમમાં ખાસ કરીને શહેરના  પ્રજાપતિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્ય હતા.

મંચસ્થ મહેમાનોનું પ્રજાપતિ સમાજ દ્વારા માલ્યાર્પણ , પુષ્પગચ્છ અને સાલ ઓઢાડીને જાજરમાન સન્માન કરવામાં આવ્યુ હતુ. નવનિયુકત રાજકોટના  ડે.મેયર શ્રી અશ્વિનભાઇ મોલિયા , શાસકપક્ષના નેતા દલસુખભાઇ જાગાણિનું શહેર પ્રજાપતિ સમાજે સ્વાગત સન્માન કરર્યુ હતુ. તથા સેમિનારમાં ઉપસ્થિત વિવિધક્ષેત્રના પ્રજાપતિ મહાનુભાવો સુરેશભાઇ પ્રજાપતિ , મુકેશભાઇ પ્રજાપતિ , મોહનભાઇ વાડોલિયા , ગોરધનભાઇ કાપડિયા , અંજનાબેન મોરજરિયા , દિલસુખભાઇ ગોંડલિયા, પી.એસ.આઇ. સવનિયા , જીલ્લાઉદ્યોગ કેન્દ્રના નરલ મેનેજર  ડી.એસ.પ્રજાપતિ , રાકેશભાઇ લાઠીયા, જયેશભાઇ કુકડીયા, વસંતભાઇ ચૌહાણ , લલિતભાઇ વાડોલિયા , પ્રજાપતિ સમાજના ગણમાન્ય અગ્રણી નાથાભાઇ ઉનાગર, સુરેશભાઇ જાદવ , રાજ્યના પ્રજાપતિ અગ્રણી દામજીભાઇ સતાપરા વગેરેનું મંચ પર સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.

સેમિનારના પ્રારંભ પુર્વે પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં  વિશાળ સ્ક્રીન પર રાજ્ય સરકારની આયોજન સંસ્થાની પ્રજાલક્ષી પ્રવૃતિઓ તથા રોજગારીની તકોનું સુંદર નિદર્શન કરવામાં આવ્યુ હતુ.

રાજકોટના જાગૃત અને નાના માણસો પ્રત્યે હમદર્દી રાખતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે શિબિરાથીઓને સંબોધતા કહ્યુ હતુ કે, '્રત્યેક વ્યકિતમાં કંઇકને કંઇક કલા કૌશલ્ય સુષુપ્ત રીતે ઘરબાયેલુ પડ્યુ હોય છે. તેનું ઉદઘાટન  કરવુ જરૂરી છે. , પાંજરામાં પૂરાયેલા પોપટને પા઼ખો છે. પણ ઉડવા માટે આકાશ નથી. દરેક વ્યકિત ને તક અને આકાશ મળે તો જ દિશા અને દ્રષ્ટિ નવફલિત થાય. દલસુખભાઇ પ્રજાપતિ ના નેતૃત્વવાળી આ સંસ્થા જેને કામ કરવુ છે તેને સાધન આપે છે તાલીમ આપે છે. લોકોને પગભર ઉડવા માટેની તક આ સંસ્થા આપે છે. રાજ્ય  સરકાર તમામ ક્ષેત્રો માં લોકોને ઉત્કર્ષની તક આપે છે.'

રાજકોટની નવનિયુકત મેયર બીનાબેન આચાર્યએ શિબિરમાં પ્રતિભાવ આપતા જણાવ્યુ કે, ગુજરાતની રાજ્ય સરકાર યુવા શકિતને યોગ્ય તક આપવા સક્રિય અને સંકલ્પબધ્ધ છે. યુવાનોને રચનાત્મક માર્ગે વાળવામાં જ દેશનું ભાવિ ઉજ્જવળ છે.

કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યુ કે સંસોધન અને વિકાસની  સાથે સાથે આ સંસ્થા દ્વારા સ્થાનિક કક્ષાએ પૂરક રોજગારી સર્જનની શકયતાઓ ધરાવતી આર્થિક પ્રવૃતિઓમાં લાભાર્થીઓને ઘરઆંગણે વિનામુલ્યે કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવે છે. સરકારની આ આવશ્યક યોજનાને દલસુખભાઇ પ્રજાપતિએ દોડતી કરી છે. તેનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોચાડવાના ઠેર ઠેર વિવિધ જીલ્લાઓમાં માર્ગદર્શક કાર્યક્રમોનો દોર શરૂ થયો છે. કોઇપણ  કાર્યમાં તાલીમ જીવનભરની મૂડી છે.

સંસ્થાના ચેરમેન દલસુખભાઇ પ્રજાપતિએ કહ્યુ છે કે ગુજરાત સરકાર સમાજના દરેક વર્ગના લોકોના વિકાસ માટે અવનવી યોજનાઓ દ્વારા કંઇકને કંઇક કરી રહી છે.

સરકારની ;કલ્પના હું જરૂર પુર્ણ કરીશ એવો દલસુખભાઇએ વિશ્વાસ વ્યકત કર્યો હતો. શિબિરના સમાપનમાં આયોજક સંસ્થાના ડિરેકટર પ્રજાપતિ અગ્રણી મોહનભાઇ વાડોલિયાએ આભારદર્શન કર્યુ હતુ.

(3:28 pm IST)