રાજકોટ
News of Tuesday, 19th June 2018

તારા મામાને કહેજે ફરિયાદ પાછી ખેંચે નહિતર મોહસીનની જેમ જ મર્ડર થઇ જશેઃ ભીસ્તીવાડના યુવાનને ધમકી

ગેરેજ સંચાલક સિરાજ જૂણેજાના કોૈટુંબીક ભાઇની હત્યામાં થયેલી ફરિયાદ પાછી ખેંચવા કહી નામચીન યાસીન ઉર્ફ ભુરો અને શાકીબની છરી બતાવી ધમકી

રાજકોટ તા. ૧૯: જામનગર રોડ પર ભીસ્તીવાડમાં રહેતાં સંધી યુવાનને છ માસ પહેલા ધર્મેન્દ્ર રોડ પર થયેલી તેના કોૈટુંબીક ભાઇની હત્યાની ફરિયાદ પાછી ખેંચી લેવા કહી બે શખ્સોએ ખૂનની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે પ્ર.નગર પોલીસે ભીસ્તીવાડ રોડ સ્લમ કવાર્ટરમાં રહેતાં અને રેફયુજી કોલોની મેઇન રોડ પર સિરાજ ઓટો ગેરેજ નામે કામ કરતાં સિરાજ યુસુફભાઇ જૂણેજા (ઉ.૨૮) નામના સંધી યુવાનની ફરિયાદ પરથી જામનગર રોડ હુડકો કવાર્ટરના યાસીન ઉર્ફ ભુરો અને શાકીબ જૂણેજા સામે આઇપીસી ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

સિરાજના કહેવા મુજબ તે સોમવારે સાંજે આઠથી સાડાઆઠ વચ્ચે પોતાના ગેરેજ પર હતો ત્યારે યાસીન ઉર્ફ ભુરો સંધી અને શાકીબ કાસમભાઇ જૂણેજા આવ્યા હતાં અને કહેલ કે છ મહિના પહેલા ધર્મેન્દ્ર રોડ પર તારા કોેટુંબીક ભાઇ મોહસીન જૂણેજાનું મર્ડર થયું છે તેમાં મારા માસીના દિકરા અને ભાઇઓ વિરૂધ્ધ ફરિયાદ થઇ છે. તારા મામા હનીફભાઇને કહી દેજે આ ફરિયાદ પાછી ખેંચી લે નહિતર જેમ મોહસીનનું મર્ડર થયું તેમ તમારૂ પણ મર્ડર કરી નાંખીશ. આ રીતે ધમકી આપી ભુરાએ છરી પણ દેખાડી હતી અને બાદમાં શાકીબ સાથે ભાગી ગયો હતો.

પીએસઆઇ બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)