રાજકોટ
News of Thursday, 19th May 2022

ગાંધીગ્રામમાં મોચીનગર હોલ પાસેનો ચોક 'ગુરૃનાનક ચોક' થી ઓળખાશે

નામકરણનો ઠરાવ મંજુરઃ સીંધી સમાજમાં ખુશી

રાજકોટ તા.૧૯: વોર્ડ નં.૧ સિંધી સમાજ ગુરૃનાનક ચોક નામકરણની માંગણી કરેલ હતી. જે આજરોજ કોર્પોરેશનમાં ગુરૃનાનક ચોક નામકરણનો ઠરાવ પાસ કરાતા સિંધી સમાજના ગોૈરવ અને ખુશીની લાગણી પ્રસરી છે.

ગાંધીગ્રામમાં ગુરૃનાનક મંદિર, પુરૃષાર્થ સ્કુલવાળી શેરી, મોચીનગર કોમ્યુનિટી હોલ પાસેને ગુરૃનાનક ચોક ઓળખવામાં આવશે તેમ ઝુલેશ્વર સેવા મંડળની યાદીમાં જણાવાયું છે.

(4:38 pm IST)