૨૬મીએ રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો માટે સંગીતનો અદ્દભૂત કાર્યક્રમ
મૃદુલા દેસાઈ, સલીમ મલિક, શ્રીકાંત નૈયર, અશ્વિની મહેતા સહિતના ગાયક કલાકારો જમાવટ કરશે : ૧૬ જૂને હાફ ડે પીકનીકનું આયોજન
રાજકોટ, તા. ૧૯ : રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો દ્વારા એક જોરદાર મ્યુઝીકલ કાર્યક્રમ તા.૨૬ના શુક્રવારે બપોરે ૩:૩૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે ગાયકો મૃદુલા દેસાઈ, અમદાવાદના સલીમ મલિક - વોઈસ ઓફ મુકેશ, શ્રીકાંત નૈયર - મલ્ટી સીંગર વોઈસ ઓફ કિશોર, રફી, મન્નાડે જેવા ગીતોની રમઝટ બોલાવશે. અશ્વિની મહેતા - વોઈસ ઓફ લતા - આશા, રાજકોટ, એન્કર - મોહસીન શેખ, અમદાવાદ, ઓરકેસ્ટ્રા - રાજુ ત્રિવેદીના સથવારે જૂના - નવા તથા ગુજરાતની ગીતોની રમઝટ બોલાવશે.
રાજકોટ સીટી વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતા અને સુપર કમીટી મેમ્બર્સનો એક જ ધ્યેય છે કે જેમ બને તેમ સભ્ય બહેનોને મનગમતા કાર્યક્રમ રાખવામાં આવે છે. વર્ષ દરમિયાન ૩ નાટક, ચાર મ્યુઝીકલ પ્રોગ્રામ, પીકનીક, નવરાત્રી ગરબા, હાસ્ય દરબાર, ઝી ટીવી અંતાક્ષરી, જે બહેનોને વધારે મનગમતો કાર્યક્રમ તેમા ઈનામોની વણઝાર ગ્રુપ પ્રમાણે રૂા.૨૦૦૦, રૂા.૧૫૦૦ તથા રૂા.૧૨૦૦ જેવા રોકડ ઈનામો આપી વિજેતા બહેનોને પ્રોત્સાહીત કરવામાં આવે છે. હવે પછી જૂન માસમાં સભ્ય બહેનો માટે તા. ૧૬ જૂનના હાફ ડે પીકનીકનું આયોજન એસી હોલમાં હાઉઝી તથા લક્કી ડ્રો તેમા પણ રોકડ ઈનામ કુલ ૫૦ ઈનામો આપવામાં આવે છે. જેનું બુકીંગ તા. ૧૦, ૧૧ જૂનના થશે.
સંસ્થામાં બહેનો સભ્ય થવા ઈચ્છતા હોય તેમને રૂા. ૨૦૦ ડિસ્કાઉન્ટ અપાશે જે રૂા.૧૨૦૦ અને રૂા.૯૦૦ ભરવાના રહેશે.
ફોર્મ ભરવા માટે સંપર્ક પ્રફુલાબેન મહેતા - મો. ૯૪૨૮૮ ૯૦૨૭૭, દર્શનાબેન મહેતા - મો. ૯૪૨૯૫ ૦૨૦૪૬, કલ્પનાબેન પારેખ - મો. ૯૯૨૪૫ ૭૯૮૪૯, દિનાબેન મોદી - મો. ૯૪૨૯૯ ૭૯૧૭૩.
તસ્વીરમાં પ્રફુલાબેન મહેતા, દીનાબેન મોદી, કલ્પનાબેન પારેખ, દર્શનાબેન મહેતા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)