રાજકોટ
News of Thursday, 19th May 2022

રાજકોટમાં વીજ ગ્રાહકોનું અદકેરૃ સન્માનઃ ટ્રોફી અર્પણ

રાજકોટ : આજરોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેર વર્તુળ કચેરીનાં સિટી ડિવિઝન-૧ હેઠળ આવતા પ્રહલાદ પ્લોટ, મિલપરા, આજી-૧, આજી-૨, આજી ઇન્ડસ્ટ્રીયલ, સોરઠીયાવાડી, કોઠારિયા રોડ, સબ ડિવિઝનના કુલ ૪૬ વીજ ગ્રાહકો કે જેમના દ્વારા આખા વર્ષ દરમ્યાન સતત વીજ બિલ મળ્યાના ૫ દિવસમાં વીજબિલ ભરપાઇ કર્યા હોય તેમના ઘેર જઇ તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. તસ્વીરમાં ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેમના હસ્તે તથા શ્રી જે.જે.ગાંધી મુખ્ય ઇજનરે (ટેક) અને શ્રી ધેલાણીના હસ્તે કેવડાવાડી તેમજ લક્ષ્મીવાડી ખાતે વીજ ગ્રાહકોને ટ્રોફી આપી સન્માનિત કરેલ તે નજર પડે છે. આ પ્રસંગે વિસ્તારના કોર્પોરેટરશ્રી નીલેશભાઇ જળુ પણ ઉપસ્થિત રહેલ હતા.

(3:03 pm IST)