રાજકોટ
News of Wednesday, 19th May 2021

આગમન મેટરનીટી હોસ્પિટલ ૩૦મા વર્ષમાં મંગલ પ્રવેશ : વધામણા

અનેક નિઃસંતાન દંપતિઓના આંગણામાં શિશુઓની કિલકારી ગુંજતી કરનાર ડો. નીતાબેન ઠક્કર ઉપર અભિનંદન વર્ષા

રાજકોટ : અહીંના સોજીત્રાનગર, રૈયા રોડ ખાતે આવેલા ડો. નીતાબેન ઠક્કરના મેટરનીટી હોસ્પિટલ અને ઇન્ફર્ટીલીટી કિલનીક ઝળહળતા અને યશસ્વી ૨૯ વર્ષ પૂર્ણ કરીને ૩૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે અનેક સ્નેહીઓ અને શુભચિંતકોએ શુભેચ્છાના વરસાદ સાથે હોસ્પિટલના સતત વિકાસની કામના વ્યકત કરી છે.

એક અત્યંત કાબેલ અને વિશ્વસનીય તબીબ તથા સ્નેહાળ અને હુંફાળુ વ્યકિતત્વ ધરાવતા ડો. નીતાબેન ઠક્કર તબીબી વર્તુળમાં તો અનેરી પ્રતિષ્ઠા ધરાવે જ છે સાથે સાથે અનેક માતા-પિતાના વિશ્વાસની મૂડી પણ ધરાવે છે.

એ ઉલ્લેખનિય છે કે જેણે ડો. નીતાબેનની આંગળી પકડીને આ રળિયામણા વિશ્વમાં પા..પા.. પગલી માંડી છે એવી એક આખી પેઢી આજે પોતાના સંતાનોના જન્મ માટે પણ ડો. નીતાબેન પર જ વિશ્વાસ કરે છે. આગમન મેટરનીટી હોસ્પિટલના ઇન્ફર્ટીલીટી સેન્ટરના સથવારે અનેક નિઃસંતાન દંપતિઓના આંગણામાં શિશુઓની કિલકારી ગૂંજતી થઇ છે.

પ્રારંભમાં રૈયા રોડ પર શરૂ થયેલી આ હોસ્પિટલ આજે અદ્યતન સુવિધાઓ સાથેની વિશાળ ઇમારતમાં ગોલ્ડન સુપર માર્કેટ નજીક ફેરવાઇ છે અને તેમાં ઇન્ફર્ટીલીટી કિલનીક ઉપરાંત લેપ્રોસ્કોપી સેન્ટર, ફીગર ફીટનેસ કલબ, ફીઝીયોથેરાપી સેન્ટર, ટેસ્ટ ટયૂબ બેબી સેન્ટર, મેનોપોઝ કિલનીક અને હિસ્ટ્રોસ્કોપીની સુવિધા પણ ઉપલબ્ધ છે.

ડો. નીતાબેન ઠક્કર

એમ.બી., ડી.જી.ઓ, F.I.C.M.C.H.,

સોનોલોજીસ્ટ

આગમન મેટરનીટી હોસ્પિટલ

'માધવ વાટીકા', સોજીત્રાનગર, રૈયા રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૨.

ફોન : ૨૪૫૨૧૯૩, ૨૪૭૪૦૮૩, મો. ૯૪૨૮૨ ૦૯૫૨૦ /

e-mail : info@aagmanivf.com

/ dr.nita.thakkar@gmail.com / www.aagmanivf.com

(4:09 pm IST)