રાજકોટ
News of Sunday, 19th May 2019

રણુજા હાઉસીંગ બોર્ડમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ જયેશ ઉર્ફ બોદીયાના ઘરમાંથી ૪૧ બોટલ દારૂ કબ્જે

રાજકોટઃ કોઠારીયા રણુજા મંદિરથી આગળ રણુજા હા. બોર્ડ કવાર્ટર નં. ૧૨૪માં રહેતાં જયેશ ઉર્ફ બોદીયો ભાઇલાલ ચોૈહાણે ઘરમાં દારૂ છુપાવ્યો હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચના જયંતિભાઇ ગોહિલ, કરણભાઇ મારૂ સહિતે દરોડો પાડતાં રૂ. ૧૨૩૦૦નો ૪૧ બોટલ દારૂ મળતાં કબ્જે લીધો હતો. જયેશ ઘરમાં હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે. એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ ટીમે દરોડો પાડ્યો હતો.

(11:19 am IST)