મનહરપ્લોટમાં માતાજીના માંડવામાં આવેલા નરેન્દ્રભાઇનું બૂલેટ ચોરાયું
મિત્રનું ૧.૩૦ લાખનું વાહન માંગીને લાવ્યા હતાં
રાજકોટ તા. ૧૯: મોરબી રોડ પર રાધામીરા પાર્ક મધુવન સ્કૂલ પાસે રહેતાં નરેન્દ્રભાઇ રમણિકભાઇ પરમાર (ઉ.૪૫)ના મિત્ર રાજેશભાઇ નાનજીભાઇ સિણોજીયાનું બૂલેટ જીજે૩કેડી-૯૩૩૩ રૂ. ૧ લાખ ૩૦ હજારનું કોઇ મનહર પ્લોટ-૫માંથી ૧૩મીએ રાત્રીના અગિયારથી બે સુધીના સમયગાળામાં કોઇ ચોરી જતાં એ-ડિવીઝનમાં જાણ કરતાં પીએસઆઇ એ. જી. અંબાસણાએ ગુનો નોંધ્યો છે. નરેન્દ્રભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. ૧૩મીએ તે મનહર પ્લોટમાં માતાજીનો માંડવો હોઇ ત્યાં મિત્રનું બૂલેટ લઇને આવ્યા હતાં. એ વખતે ચોરી થઇ હતી.
શ્રુતિબેન પટેલનું અડધા લાખનું એકટીવા ચોરાયું
બીજા બનાવમાં સાધુ વાસવાણી રોડ પર ઉત્સવ પાર્ક-૧માં રહેતાં શ્રુતિબેન આનંદભાઇ પનારા (ઉ.૨૬)નું એકટીવા જીજે૩કેજી-૯૫૨૮ રૂ. ૫૦ હજારનું કોઇ ચોરી જતાં માલવીયાનગરના પીએસઆઇ જે. કે. પાંડાવદરાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (૧૪.૮)