રાજકોટ
News of Monday, 19th April 2021

રાજકોટમાં આજે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ વધુ ૪૦ ચા-પાનની દુકાનો અને હોટેલોને સાત દિવસ માટે સીલ

રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી: ગઈકાલે 22 દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી હતી.

રાજકોટ : શહેરને કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા વ્યવસાયિક એકમના સ્થળોએ ફરજીયાત માસ્કનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા આવશ્યક પગલાં લેવામાં આવશે. વ્યવસાયિક એકમો કે જ્યાં લોકોની અવરજવર થતી રહે છે. આવા સંજોગોમાં લોકો અને વેપારીઓ માસ્ક પહેરે તે ખુબ જ જરૂરી છે અન્યથા કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવાની દહેશત રહે છે. આ બાબતને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા. ૧૯ ના રોજ ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા કુલ ૪૦ ચા-પાન અને હોટેલોને સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે. જેની વિગત આ મુજબ છે.

૧.  ખોડીયાર હોટલ & પાન , રૈયા

૨. વરછરાજ હોટલ, રૈયા

૩. મોમાઈ  પાન & કોલ્ડ.

૪.બિગ પોઇન્ટ  ચા, નાણાવટી ચોક 

૫. મોમાઈ રેસ્ટોરન્ટ , રૈયા ચોકડી 

૬. ક્રિષ્ના ડિલક્સ પાન & હોટલ, યુનિ. રોડ

૭. ક્રિષ્ના હોટલ, યુનિ.રોડ

૮. જુલેલાલ પાન સોપ, યુનિ. રોડ

૯. શાહમદાર પ્રોવિઝન સ્ટોર, બાબરીયા મેઈન રોડ

૧૦.ભારત બેકરી, ગાયત્રીનગર

૧૧. ભવાની બેકર, લક્ષ્મીવાડી

૧૨. આશા ટેલીકોમ, કેનાલ રોડ

૧૩. ખોડીયાર કોલ્ડ., સંતકબીર રોડ

૧૪. માટેલ પાન, સંતકબીર રોડ

૧૫. આપા ડિલકસ પાન & કોલ્ડ., સંતકબીર રોડ

૧૬. શક્તિ ટી સ્ટોલ, સંતકબીર રોડ

૧૭. ગાત્રાળ ટી સ્ટોલ, પારેવડી ચોક

૧૮. ઠાકરધણી પાન & કોલ્ડ., મોરબી રોડ

૧૯. કનૈયા પાન & કોલ્ડ. કુવાડવા રોડ

૨૦. મોમાઈ ટી સ્ટોલ , પાન & નાસ્તા ગૃહ , લીમડા ચોક

૨૧. જય મોમાઈ પાન, લીમડા ચોક 

૨૨. ગાત્રાળ ડિલક્સ, 

૨૩. મોમાઈ ટી સ્ટોલ,

૨૪. મહાદેવ ડિલક્સ & પાન કોલ્ડ. 

૨૫. ખોડીયાર ટી સ્ટોલ પાન & કોલ્ડ.

૨૬. કુબેર કોલ્ડ.

૨૭. સંતોષ ભેળ 

૨૮. દીપ સેન્ડવીચ 

૨૯. રાજમંદિર 

૩૦. કિંજલ ડિલકસ પાન 

૩૧. જય ભવાની વડાપાવ

૩૨. What jeans

૩૩. કંહાઈ  કાપડ, સરદાર નગર

૩૪. friends shop  યાજ્ઞિક રોડ 

 ૩૫. જય સીયારામ ટી સ્ટોલ, રાજનગર ચોક  

૩૬. ક્રિષ્ના ટી & રેસ્ટોરન્ટ, પંચવટી ચોક

૩૭. આશાપુરા પાન & કોલ્ડ. પંચવટી ચોક

૩૮. મહાદેવ ડિલકસ પાન, જડ્ડસ રોડ

૩૯. આપા પાન & કોલ્ડ. સંતકબીર રોડ 

૪૦. ક્રિષ્ના ડિલક્સ, આજીડેમનો સમાવેશ થાય છે જે સાત (૭) દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

(8:49 pm IST)