રાજકોટ
News of Monday, 19th April 2021

સાંજે ૫:૩૦ વાગ્યે : પ્રહલાદ પ્લોટમાં મોટી બબાલ : ઘરમાં ઘૂસી પોલીસે માર માર્યો અને ખંડણી માંગ્યાની જબરદસ્ત ચર્ચા : સોની સમાજ ભેગો થઈ ગયો : મુખ્યમંત્રીશ્રી અને નીતિન ભારદ્વાજ સુધી રજૂઆતો : ઍ ડિવીઝન પોલીસ દોડી આવી

રાજકોટમાં ૮/૧૬ પ્રહલાદ પ્લોટમાં અમૂલ કૃપા નામના મકાનમાં આજે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ (સાકરા અને પંકજ) અહિંયા પહોîચી અને મોટી રકમની ખંડણી માંગ્યાની ચર્ચા છે. મકાનમાં રહેનારા લોકોને બેફામ માર માર્યાની પણ બૂમ ઉઠી છે. આ બંને પોલીસને લોકોઍ પકડી અને બેસાડી દીધા છે. હાલ સમગ્ર સોની સમાજ અત્યારે ભેગો થઈ ગયો છે. આ અંગે લોકોઍ નીતિનભાઈ ભારદ્વાજને રજૂઆત કરતાં તાત્કાલીક ઍ ડિવીઝન પોલીસ સ્થળ ઉપર પહોચી છે. પોલીસતંત્રના જ લોકો હોય આ મામલે ભીનું ન સંકેલાય તેવી માંગણી ઉઠી છે. જાણીતા પત્રકારશ્રીઍ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અોફીસમાં આ લખાય છે ત્યારે ગંભીરતાપૂર્વક રજૂઆત કરી ધ્યાન દોર્યુ છે. ક્રાઈમ બ્રાન્ચના શ્રી ગઢવી પણ સ્થળ ઉપર દોડી આવ્યા છે અને લોકો અને સોની સમાજની માંગણી છે કે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ પોતે અહિંયા આવે. પોલીસ તરફથી ઍકાદ કરોડની ખંડણી મંગાયાની ભારે ચર્ચા છે. જૂના કોઈ કેસમાં નામ ખુલવાની ધમકી પણ અપાયાનું જાણવા મળે છે.

(5:52 pm IST)