રાજકોટ
News of Monday, 19th April 2021

વીજ કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરી સંલગ્ન લાભો આપવા માંગ

રાજકોટ તા. ૧૯: હાલમાં કોરોના કાળમાં જીવનાં જોખમે ફરજ બજાવતા વીજ કર્મચારીઓને પણ કોરોનાં વોરિયર્સ જાહેર કરી અને સંલગ્ન લાભો આપવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે માંગ ઉઠાવી છે.

આ અંગે સંઘે ઉર્જામંત્રીને પત્ર પાઠવીને જણાવ્‍યું હતું કે, રાજયની તમામ જનતા પ્રજાની સુખાકારી માટે અને તેમની તમામ જરૂરીયાતો સંતોષવા માટે વીજળી ખૂબ જ ઉપયોગી છે જે માટે ઊર્જાક્ષેત્રની તમામ સબસીડરી કંપનીઓના વીજ કર્મચારીઓ રાજયની પ્રજાની સદર સુખાકારી અને જરૂરીયાતો સંતોષવા માટે રાજયની તમામ પ્રકારની વિપરિત પરિસ્‍થિતિ જેવી કે અતિવૃષ્‍ટિ (પુર), અનાવૃષ્‍ઠિ (દુકાળ), વાવાઝોડાં, ભુકંપ (ધરતીકંપ) તથા કોરોના વાઇરસની હાલ ચાલી રહેલ મહામારી તથા અન્‍ય અનેક મહારોગોમાં પણ સાતત્‍યપૂર્ણ અને અવિરત વીજ પુરવઠો પુરો પાડી ઉત્‍કૃષ્‍ઠ કાર્ય કરેલ છે જેની નોંધ રાજય સરકારશ્રી અને કેન્‍દ્ર સરકારશ્રી દ્વારા પણ લેવામાં આવેલ છે. તેમજ વીજ કર્મચારીઓ હર-હંમેશા પ્રજાના સુખ-દુઃખમાં સહભાગી બનીને પોતાની ફરજો  બજાવેલ છે અને હાલ પણ નિભાવી રહ્યા છે. રાજય સરકારશ્રી દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના વાઇરસની ગંભીર પરિસ્‍થિતિમાં લડત આપતાં આરોગ્‍યકર્મીઓ, પોલિસ કર્મીઓ અને સફાઇ કર્મીઓ તથા અન્‍ય કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરેલ છે જયારે ઊર્જાક્ષેત્રના કર્મીઓ દ્વારા ઉકત જણાવ્‍યા મુજબ અને કોરોના વાઇરસની સદર મહામારીના રૌદ્ર સ્‍વરૂપ સામે રાજય સરકારશ્રી દ્વારા તેમના નોટિફિકેશનથી જાહેર કરેલ કોરોના વોરિયર્સ સાથે જ ર્નિય અને નિડરતાથી ફરજો બજાવી રહ્યા છેઅ ને આવશ્‍યક સેવા અધિનિયમ-૧૯૭ર અંતર્ગત ગણેલ હોવા છતાં કોરોના વોરિયર્સ તરીકે ઊર્જાક્ષેત્રના કર્મઓને જાહેર કરેલ નથી જેની ઊર્જાક્ષેત્રના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ન ગણીતાં સરકારશ્રી દ્વારા પ્રસિદ્ધ કરેલ નોટિફિકેશનથી તેમના કર્મીઓને મળતા લાભો અને સેવાઓ આપવામાં આવતા નથી.

 આથી આ ગંભીર પરિસ્‍થિતિમાં ઉર્જા વિભાગના વીજ સૈનિકોને થતો અન્‍યાય દુર કરી ન્‍યાય આપવા અને નીચે મુજબના લાભો તાત્‍કાલિક આપવા/અપાવવા કાર્યવાહી કર્મચારીઓના હિતમાં સંઘની વિનંતી સહ અપીલ છે.

કોરોના વોરિયર્સ અને ફ્રન્‍ટ લાઇન વર્કર જાહેર કરવા, રેમડેસીવર ઇન્‍જેકશન આપવા પ્રથમ પ્રાધાન્‍ય આપવું. હોસ્‍પિટલમાં દાખલ કરવાની પ્રક્રિમયામાં અગ્રિમતા આપવી. કોરોના વાઇરસની વેકિસન આપવામાં પણ પ્રાધાન્‍ય આપી તમામ ડોઝ આપવા કાર્યવાહી કરવી. વિદ્યુત સહાયક કેડરના કર્મચારીઓને મેડીકલ સારવાર ખર્ચ મળી રહે તે હેતું યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવી.

જીયુવીએનએલ અને તેને સંલગ્ન કંપનીઓના કાયમી કર્મઓ માટે રાજય સરકારશ્રી દ્વારા અગાઉ આપવામાં આવેલ એલાઉન્‍સની એરિયર્સ ચાલુ માસથી આપવા સૂચના આપવી જેથી કંપનીઓમાં ફરજ બજાવતા તમામ વર્ગના વીજ કર્મીઓ જેઓ કોરોના વાઇરસથી સંક્રમિત થાય તો સદર મળતી એરિયર્સનો મેડિકલ સારવાર ખર્ચ તરીકે ઉપયોગ કરી શકે.

(4:35 pm IST)