રાજકોટ
News of Monday, 19th April 2021

બામણબોર ટોલનાકા પાસેથી દારૂની ૯૬ બોટલ ભરેલી ક્રુઝ કાર ઝડપાઇ

રાજકોટ : ચોટીલા હાઇવે જૂના બામણબોર પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્‍સ. સંજયભાઇ, ભગીરથસિંહ,ઉમેશભાઇ તથા હીરેનભાઇને બાતમી મળતા પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.પી સાખારા, હેડ કોન્‍સ. ધીરેનભાઇ, મહેશભાઇ મંઢ, હીરેનભાઇ સોલંકી, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, દિપકભાઇ, સંજયભાઇઘ યોગીરાજસિંહ, કિરતસિંહ તથા જયપાલસિંહ સહિતે જૂના બામણબોર ટોલનાકા પાસેથી જીજે૧૪ઇ૫૬૬૫ નંબરની ક્રુઝકારમાંથી રૂા. ૩૮,૪૦૦ની કિંમતની દારૂની ૯૬ બોટલ કબ્‍જે કરી દારૂનો જથ્‍થો અને કાર મળી કુલ રૂા. ૪,૮૮,૪૦૦ની મત્તા કબ્‍જે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.

(4:30 pm IST)