રાજકોટ
News of Monday, 19th April 2021

પારડી રોડ પર કોમ્‍યુનિટી હોલમાં કોવિડ હોસ્‍પીટલ શરૂ કરવા મ.ન.પા.ની તજવીજ

અમૃત ઘાયલ હોલમાં એક ભાગમાં ગોકુલ હોસ્‍પીટલ દ્વારા કોવિડ કેર સેન્‍ટર શરૂ થશે

રાજકોટ તા. ૧૯ : શહેરમાં કોરોના સંક્રમણ વચ્‍ચે દર્દીઓ માટે બેડની અછત પુરી કરવા મ.ન.પા.દ્વારા વધુ એક કોમ્‍યુનીટી હોલમાં કોવિડ હોસ્‍પિટલ શરૂ કરવા મ.ન.પા.દ્વારા તજવીજ શરૂ કરાઇ છે.

 

આ અંગે સતાવાર સૂત્રોમાંથી જાણવા મળ્‍યા મુજબ અમૃત ઘાયલ હોલના એક ભાગમાં સીનર્જી હોસ્‍પીટલ સંચાલીત કોવિડ કેર સેન્‍ટર શરૂ થઇ ગયું છે. જયારે હવે બીજા ભાગમાં ગોકુલ હોસ્‍પીટલ દ્વારા કોવિડ કેર સેન્‍ટર એક બે દિવસમાં શરૂ થઇ જશે.

દરમિયાન પારડી રોડ આનંદનગર વિસ્‍તારમાં આવેલ પૂ. સદ્દગુરૂ રણછોડદાસજી કોમ્‍યુનિટી હોલમાં પણ કોવિડ હોસ્‍પીટલ શરૂ કરવા ખાનગી હોસ્‍પીટલ સાથે વાટા-ઘાટો થઇ રહી છે.

આ સ્‍થળે ૧૦૦ થી વધુ બેડની હોસ્‍પિટલ શરૂ થઇ શકશે.

(4:28 pm IST)