રાજકોટ
News of Monday, 19th April 2021

સીવીલ હોસ્‍પીટલ અને મ.ન.પા.ના હંગામી આરોગ્‍ય સ્‍ટાફના પગારમાં હજારોનો તફાવત

સીવીલમાં હંગામી ધોરણે તબીબ સ્‍ટાફની ભરતી નિકળતા મ.ન.પા.ના હંગામી કર્મચારીઓ નોકરી છોડવા લાગ્‍યા

રાજકોટ તા.૧૯ : કોરોના સંક્રમણની સ્‍થિતી વધતા સીવીલ હોસ્‍પીટલમાં ડોકટરો અને નર્સની હંગામી ભરતી કલેકટર તંત્રએ શરૂ કરી છે ત્‍યારે આ અંગે સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્‍યા મુજબ કલેકટરશ્રી દ્વારા સીવીલ હોસ્‍પીટલ સહીતની સરકારી હોસ્‍પીલોમાં ડોકટરો, નર્સ સહીતના સ્‍ટાફના ભરતી જાહેર કરી છે. જેમાં ડોકટરોને રર હજારથી ૬પ હજારના પગાર ધોરણ આપવા ત્‍થા નર્સને ૧ર હજારથી ર૮ હજાર સુધીનું પગાર ધોરણ આપવા જણાવાયું છ.ે આ જાહેરાતના અનુસંધાને મ.ન.પા.ના આરોગ્‍ય સ્‍ટાફમાં હંગામી ધોરણે ફરજ બજાવતા કેટલાક તબીબો -નર્સ વગેરે મ.ન.પા.ની નોકરી છોડી સીવીલ હોસ્‍પીટલમાં જોડાઇ રહ્યા છ.ે કેમકે  મ.ન.પા.દ્વારા આ તબીબી સ્‍ટાફને ૧ર થી રપ હજાર સુધીનુ જ વેતન અપાઇ રહ્યું છે ત્‍યારે મ.ન.પા.ના આરોગ્‍ય સ્‍ટાફને પણ સરકારી ધોરણ મુજબ પગાર આપવા આરોગ્‍ય કર્મીઓમાં માંગ ઉઠી રહી છે.

 

(4:26 pm IST)