ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં ડોમ વધારો, ભોજન, પાણીની વ્યવસ્થા કરોઃ કોંગ્રેસ
કોરોના દર્દીઓને પડતી મુશ્કેલી તાકીદે ઉકેલવા કોંગી : કોર્પોરેટર ભાનુબેન સોરાણી દ્વારા કલેકટરને રજૂઆત
રાજકોટ, તા. ૧૯ :. સીવીલ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓ અને લોકો માટે પાણી, છાશ સહિતના વિવિધ મુદ્દે યોગ્ય કરવા વોર્ડ નં. ૧૫ના કોંગી કોર્પોરેટર ભાનુબેન સોરાણી દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ કલેકટરને પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે હાલ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓને પારાવાર હાડમારી ભોગવવી પડી રહી છે અને એમ્બ્યુલન્સની લાંબી લાંબી લાઈનો થાય છે જે ધ્યાને લઈ તુરંત જ પગલા લેવા માટે સિવિલ હોસ્પીટલની બાજુમાં આવેલ ચૌધરી હાઈસ્કૂલમાં કોરોના પોઝીટીવ દર્દીઓના સગાવ્હાલાઓ સ્નેહીઓ રહ્યા હોય છે. સગાવ્હાલાઓ માટે ડોમ વધારવા, ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, વિનામૂલ્યે છાસ વિતરણ કરવા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે તાકિદે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.