રાજકોટ
News of Monday, 19th April 2021

રાજકોટમાં કારખાનેદાર દ્વારા લાલ ચટક નોટિસ બોર્ડ લગાડવામાં આવ્યા

પરપ્રાંતીય શ્રમિક વતન ભણી રહ્યા છેઃ કામના થપ્પાના ખુદ માલિકે ઓપરેશન કરવા પડી રહ્યા છે

ગોંડલ, તા.૧૯: પ્રિન્ટિંગ ઉદ્યોગનું હબ ગણાતા રાજકોટના ભકિતનગરમાં વ્યાપક પ્રમાણમાં પ્રિન્ટિંગ પ્રેસ, ઓફસેટ મશીન અને કટિંગ મશીનથી વ્યવસાય ને કોરોના ની નજર લાગી ચુકી હોય મોટા ભાગના પ્રિન્ટીંગ પ્રેસ માં કારીગરો ને કોરોના પોઝિટિવ આવતા લોકડાઉન થયેલા છે પરપ્રાંતીય શ્રમિકો વતન ભાગી રહ્યા હોય તૈયાર પડેલા કામ ન થપ્પાનો નિકાલ પણ થવો જરૂરી હોય સ્થાનિક વેપારીઓ દ્વારા જાત મહેનત જીંદબાદ કરવામાં આવી છે પરંતુ દ્યણા લોકો નિયમો પાળતા ન હોય પોલર કટિંગ નામે કારખાનું ધરાવતા અજયભાઈ દ્વારા લાલ ચટક નોટિસ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે જો કોઈ નિયમ તોડે તો રૂ. ૧૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવશે તેવું પણ જણાવામાં આવ્યું છે.

(12:07 pm IST)