રાજકોટ
News of Friday, 19th April 2019

શ્રી રામ જય રામ જય જય રામ... શ્રી રામ જય રામ જય જય રામ... શ્રી રામ જય રામ જય જય રામ... શ્રી રામ જય રામ જય જય રામ... શ્રી રામ જય રામ જય જય રામ... શ્રી રામ જય રામ જય જય રામ...

બજરંગબલીની ભકિતમાં રાજકોટ બન્યુ ઓળઘોળ

'પ્રેમ પ્રિતિ ધરકે ભજે, સદા ધરે ઉર ધ્યાન, તેહિકે કારજ સકલ શુભ, સિધ્ધ કરે હનુમાન' : હનુમાન જયંતિની ધામધુમથી ઉજવણી : શોભાયાત્રા તેમજ વિશેષ આરતી પુજન, સત્સંગ કાર્યક્રમો સાથે દાદાને વંદના : II ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખં કુરુ ફટ સ્વાહા II

રાજકોટ : આજે ચૈત્રી પૂનમના હનુમાન જયંતિની ચોમેર ઉજવણી થઇ રહી છે. હનુમાન દાદાના મંદિરોમાં વહેલી સવારથી જ પૂજન અર્ચન અને ભકિતસભર કાર્યક્રમો ચાલી રહ્યા છે. પાઠ, હવન, સ્તુતિ જાપથી ધર્મમય માહોલ છવાયો છે. શહેરના સુપ્રસિધ્ધ કરણસિહજી શાળા મેદાનમાં આવેલ શ્રી બાલાજી મંદિરે હોમાદીક કાર્યો સવારથી આરંભાયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ : તેલ, આંકડો કે સિંદુર ચડાવો એટલે રીઝી જાય એવા બળીયા દેવ બજરંગબલીની આજે જન્મ જયંતિ હોય સમગ્ર રાજકોટ તેમની ભકિતમાં ઓળઘોળ થયુ છે. ચોમેર હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ, સ્તુતિ ગાન અને મહાપ્રસાદના કાર્યક્રમોની ભરમાર જામી છે. શહેરભરમાં હનુમાન જયંતિ નિમિયે યોજાયેલ કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

સુતાયા હનુમાન

લક્ષ્મીવાડી શેરી નં.૧૭ ખાતે આવેલ સુતાયા હનુમાન મંદિરે આજે હનુમાન જયંતિ નિમિતે રાત્રે ૯.૩૦ વાગ્યે પુનિત સદ્દગુરૂ ભજન મંડળના ધૂન ભજનનું આયોજન કરાયુ છે.

ચૈતન્ય હનુમાન

કુવાડવા રોડ ઉપર,ધકાણ હોસ્પિટલ પાસે આવેલ શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિરે આજે સવારથી જ ડી.જે.ના સથવારે દાદાના ગુણગાન ગવાયા હતા. ભાવિકોને સરબત વિતર

સુર્યમુખિ હનુમાન

મોરબી રોડ, ખોડીયાર પાર્ક શેરી નં. ૨ ખાતે આવેલ શ્રી સુર્યમુખી હનમાનજી મંદિરે આજે હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાશે. ૭ થી ૧૦ પ્રસાદ વિતરણ થશે.

રૂખડીયા હનુમાન

જંકશન રેલ્વે સ્ટેશન પાછળ આવેલ શ્રી રૂખડીયા હનુમાન મંદિરે આજે સાંજે પ થી ૭.૩૦ સંગીતમય સુંદરકાંડના પાઠ રાખેલ છે. પાઠમાં બેસવા અને દર્શનનો લાભ લેવા ભાવિકોને મહંત ગંગાદાસજી ત્યાગીએ અનુરોધ કરેલ છે.

દામોદર હનુમાનજી

૧૫ જંકશન પ્લોટ, દિપ જયોત એપાર્ટમેન્ટ સામે આવેલ શ્રી દામોદર હનુમાનજી મંદિરે આજે હનુમાન જયંતિ નિમિતે વિશેષ પૂજન આરતી સહીતના કાર્યક્રમો ચાલી રહ્યા છે. સાંજે બટુક ભોજન રાખેલ છે.

રોકડીયા હનુમાન

ગુરૂજીનગર, રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમીતે સાંજે હનુમાન ચાલીસાના પાઠ, શ્રીરામ ધુન, ભજન, સાંજે ૭-૩૦ વાગ્યે, મહાઆરતી રાત્રે ૮ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયુ છે તેમ સંદીપભાઇની યાદીમાં જણાવાયું છે.

''જ્ઞાન ગુણ સાગર જય શ્રી હનુમાનજીને વંદન''

આજે હનુમાન જયંતિના પવિત્ર દિવસે તન-મન-મસ્તક નામી શ્રી મહાવીર હનુમાનજીને વંદના સાથે રામભકત શ્રી હનુમાનજીના જીવન ચરિત્ર સાક્ષાત કરી ગુણ ગૃહી બનીએ. શ્રી રામ પ્રભુ જેવી સરળતા હૃદયમાં સ્થપાય તો શ્રી હનુમાનજી સહુના રક્ષક છે જ.

રામાયણમાં શ્રી હનુમાનજીનું પાત્ર એક જીવંત પાત્ર છે  અને જગતના જીવોને આપશ્રીનો સાક્ષાત્કાર છે '' ચારો જુગ પરતાપ તુમ્હારા'' આપશ્રી પવનપૂત્ર હનુમાનજીને અમારા  પ્રણામ.

શ્રી રામભકત હનુમાનજી રામાયણના એક શ્રેષ્ઠ અને શ્રેયકર પાત્ર તરીકે પૂજનિય છે. રામાયણના દરેક પાત્રમાં દિવ્યતાના દર્શન થાય છે. પણ શ્રી રામભકત હનુમાનજી, શ્રી રામના પરમભકત સાથે સેવકના પાત્રમાં એક અદ્ભૂત ઉદાહરણ આપે છે. સેવકના પાત્રમાં સેવા કરી અને રામના સમિપ રહેવું તે શ્રી હનુમાનજીની વિશિષ્ટ ભકિત છે. સુગમ કાર્ય કરવા સેવક બનવું પડે.

શ્રી હનુમાનજી ગુણોના સાગર છે. અતુટ ભકિતનો ભંડાર અને એક દિર્ઘદ્રષ્ટા તથા શકિતશાળી મહાવીર છે. આપશ્રી યોગબળે સૂક્ષ્મ અને વિરાટ સ્વરૂપે બિરાજમાન છો. આપના મુખમાં મૌનરૂપી મુદ્રિકા હૃદયમાં રામ સરળતા સીતારૂપી શકિતના દર્શન છે. મનુષ્યે ઈશ્વરની પ્રાપ્તિ માટે આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવવો પડે. રામના ગુણોને હૃદયમાં ધારણ થાય એટલે સીતારૂપી શકિત પ્રગટ થાય, અને દુર્ગમ કામ પણ સુગમ થાય. શ્રી હનુમાનજી જેવા સેવક બની સહુને પ્રિય બની રહીએ.

આપશ્રી એક શકિતશાળી દેહધારી વાનર સ્વરૂપે પ્રગટ છો. સાચી ભકિતમાં રૂપ-રંગની જરૂર નથી. બાહયરૂપ માણસને ભટકાવે છે. ભગવાનની ભકિતમાં સાચા હૃદયથી સેવા, શકિત, બુધ્ધિ અને સરળતાથી પ્રભુની પ્રાપ્તિ શકય છે. શ્રી હનુમાન ''જ્ઞાન ગુણ સાગર'' કહેવાય છે. જ્ઞાન વગર ભકિતની પરિપૂર્ણતા પ્રાપ્ત થતી નથી. શ્રી હનુમાનજીનું પૂંછ તે જ્ઞાનનું સ્વરૂપ છે.

મુખમાં મૌન અને જ્ઞાનરૂપી પૂંછની વિશાળતાથી અને દિર્ઘદ્રષ્ટાથી શ્રી રામના કઠીન કાર્ય પણ સંપન્ન કરેલ છે. રામાયણમાં આપના અનેક કાર્યોનો સાક્ષાત્કાર થાય છે. કહેવાય છે કે રાવણની સભામાં શ્રી હનુમાનજીનું સ્થાન ન હતું.  છતાં પણ ગુણોના ભંડાર શ્રી હનુમાનજી મૌન રહી જરાપણ લક્ષ્યમાં લીધા વગર કોઈ ફરિયાદ વગર પોતાની પૂંછને મોટી કરી અને પૂંછ ઉપર સ્થાન ગ્રહણ કરી શકિતશાળી રાવણનો અહંમ તોડે છે, અને મહાવીર શ્રી હનુમાનજી પોતાની શકિત-સ્વમાનનું દર્શન કરાવે છે. રાવણ જેવા દસ  માથાની શકિત ધરાવતા રાવણને પણ શ્રી હનુમાનજી મહાત કરી શકયા છે. જ્ઞાન પ્રાપ્ત  થાય ત્યારે અહંકાર વિદાય લ્યે છે ત્યારે હૃદય રામનો વાસ થાય છે.

શ્રી હનુમાનજી પોતાના શરીર ઉપર તેલ અને સિંદુર પસંદ કરે છે. તે બતાવે છે કે ભકિતરૂપી તેલ અને સિંદુર લાગી ગયા પછી તે ઉતરે નહીં. સમર્પિત ભકિતથી ગમે તેવું કઠીન કાર્યને સરળ બનાવી એમના કરવાની કળા તેઓમાં છે. જેથી તે ''મહાવીર'' કહેવાયા છે.

આવા જ્ઞાન અને ગુણોના ભંડાર શ્રી હનુમાનજીના જીવનની પ્રેરણા લઈ આપણે સહુ સંપૂર્ણ સમર્પણ, ભકિતમાં દૃઢ વિશ્વાસ અને સેવક બની સેવાના કાર્યમાં સહભાગી બનીએ તો શ્રી હનુમાનજીની જેમ ''રામ વ્હારે પછી શું કામ ચિંતા તારે'', તો આવો આપણે સહુ સમર્પિત બની શ્રી હનુમાનજીના જ્ઞાનની ગંગામાં પાવન થઈએ.(૩૦.૪)

મૃદુલાબેન ઠકકર, રાજકોટ ફોન (૦૨૮૧) ૨૨૨૪૮૨૮

(4:10 pm IST)