રાજકોટ
News of Friday, 19th April 2019

૨૧ થી ૨૯ સુધી શ્રી રામ કૃષ્ણ આશ્રમનો વાર્ષિક મહોત્સવ : માણ ભટ્ટના સંગીતમય આખ્યાનોનું રસપાન

રાજકોટ : શહેરના શ્રી રામ કૃષ્ણ આશ્રમના ઉપક્રમે તા.૨૧ થી ૨૯મી એપ્રિલ દરમિયાન વાર્ષિકોત્સવનું આયોજન કરાયું છે. જેમાં તા.૨૪ થી ૨૬ દરમિયાન વડોદરાના કમાણ ભટ્ટ ધાર્મિલાલ પંડ્યા દ્વારા સંગીતમય સુદામા ચરિત્ર, નળ આખ્યાન અને ભરત મિલાપ પર આખ્યાન યોજાશે. આ ઉપરાંત તા.૨૧ થી ૨૩ દરમિયાન પટણા રામકૃષ્ણ આશ્રમના સચિવ સ્વામી સુખાનંદજી મહારાજ રામચરિત માનસ આધારીત ભરત મિલાપ પર સંગીતમય આખ્યાનનું રસપાન કરાવશે. આ ઉપરાંત રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સન્યાસી સ્વામી આદિભવાનંદજી મહારાજ, રામકૃષ્ણ આશ્રમ ઈન્દોરના અધ્યક્ષ સ્વામી નિર્વિકારાનંદજી મહારાજ, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલ, પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજી મહારાજ તથા રામકૃષ્ણ મિશન, લિંબડીના સચિવ ગુણાશ્રયાનંદજી મહારાજ ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીના જીવન - સંદેશ વિશેના પ્રેરક ઉદ્દબોધન યોજાશે. દરમિયાન તા.૨૭ થી ૨૯ દરમિયાન સવારે ૫ થી સાંજે ૭ વાગ્યા દરમિયાન આધ્યાત્મિક શિબિરનું આયોજન કરાયુ હોવાનું શ્રી રામ કૃષ્ણ આશ્રમ - રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીની યાદીમાં જણાવાયું છે.

(12:31 pm IST)