રાજકોટ
News of Friday, 19th April 2019

કલેકટર કચેરી-રીસીવીંગ-ડીસ્પેચીંગ સેન્ટર ઉપર બે દિવસ જીઇબીનો સ્ટાફ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશેઃ કલેકટરે વ્યવસ્થા માંગી...

રર-ર૩ હેડ કવાર્ટર નહિ છોડવા તમામ ઇજનેરોને આદેશઃ કણકોટ ખાતે ડબલ પાવર અપાશે : આજથી તા. ર૩ સુધી કોઇ પણ પ્રકારનો 'આઉટેજ'નહી લેવા આદેશોઃ હાલ લાઇટો ગુલ નહી થાય : મતદાનના દિવસે દરેક ફોલ્ટ સેન્ટર ઉપર ર૪ કલાક વીજ સ્ટાફ હાજર રહેશેઃ જરૂર પડયે બૂથ ઉપર દોડી જશે

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ લોકસભા ચૂંટણી દરમિયાન તા. રર-ર૩ ખાસ વીજ પુરવઠો જળવાય રહે તે સંદર્ભે રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ પીજીવીસીએલ.  પાસે ખાસ વ્યવસ્થા માંગતા તે પ્રકારે વીજ તંત્રે વ્યવસ્થા કરી દિધાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

પીજીવીસીએલ.ના અધિકારી સુત્રોના ઉમેયે પ્રમાણે, કલેકટર કચેરી-રીસીવીંગ - ડીસ્પેચીંગ સેન્ટર ઉપર બે દિવસ જીઇબીનો સ્ટાફ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે. કલેકટરે માંગેલી આ વ્યવસ્થા અંગે પૂર્તતા કરી લેવાઇ છે.

આ ઉપરાંત આજથી તા. ર૩ સુધી કોઇપણ પ્રકારનો આઉટેજ નહીં લેવાય, ટૂંકમાં કોઇ સબ સ્ટેશન મેઇનટેનન્સ માટે બંધ નહી કરાય, તા. ર૩ સુધી તો લાઇટો ગૂલ નહી થાય.

આ પ્રકારે એકલા રાજકોટ શહેર-જીલ્લામાં નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યવસ્થા ગોઠવાયાનું અને તે અંગે ચીફ ઇજનેરો શ્રી ગાંધી, શ્રી કોઠારી ખાસ મોનીટ રીંગ કરી રહ્યા છે, તથા રાજકોટ નહિ તમામ ૧ર સર્કલમાં તમામ ઇજનેરોને રર-ર૩ હેડ કવાર્ટર નહી છોડવા પણ આદેશો કરાયા છે.

સુત્રોએ ઉમેર્યુ હતું કે, કણકોટ ખાતે સ્ટ્રોંગ રૂમ અને ઇવીએમ ગણત્રી સંદર્ભે ડબલ પાવર અપાશે. મતદાનના દિવસે કોઇ બૂથ ઉપર લાઇટો ગૂલ થાય કે અન્ય કોઇ વીજ ફોલ્ટ થાય તો તુર્ત જ દોડી જવા દરેક ફોલ્ટ સેન્ટર ઉપર રાઉન્ડ ધ કલોક સ્ટાફ હાજર રહેશે.

રાજકોટની કલેકટર કચેરી - પોલીસ કમિશ્નર કચેરી, માહિતી ખાતુ, સહિતની આવી મહત્વની તમામ કચેરીમાં રર-ર૩ પાવર સપ્લાય જળવાઇ રહે, તે અંગે કાર્યવાહી કરવા પણ સુચના અપાઇ છે.

(3:33 pm IST)